મોરબી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શુક્રવારે રાત્રે તેજ પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો આ વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ સ્થળે વીજ ફોલ્ટ સર્જાયો હતો જેના કારણે વીજળી ગુલ થઇ ગઈ હતી વરસાદ પૂર્ણ થયા બાદ કેટલાક ગામડામાં લાઈટ આવી ગઈ હતી પરંતુ બગથળામાં આખી રાત વીજળી ગુલ રહી હતી જેના કારણે અંધાર પટ્ટ સર્જાયો હતો. ગ્રામ જનોએ આ બાબતે પીજીવીસીએલ કચેરીમાં ફોન કરી ફરિયાદ કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સંપર્ક થઇ ન શકતા ગ્રામજનો ને આખી રાત અંધારામાં રહેવાનો વારો આવ્યો હતો. અંતે વહેલી સવારે પાંચ વાગ્યે લાઈટ આવતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને વરસાદ રહ્યા બાદ લાઈટ ન આવતા બાળકો, મહિલાઓ, વૃદ્ધો સહિત સમસ્ત ગ્રામજનો બરોબરના શેકાયા હતા. આખી રાત લાઈટ ન આવવાથી ગ્રામજનો ગરમીમાં અકળાઈ ઉઠ્યા હતા. આથી ગ્રામજનોએ સરપંચને સાથે રાખીને આજે સવારે પીજીવીસીએલ કચેરીમાં દોડી જઈને અધિકારીઓને ઉગ્ર રજુઆત કરી હતી.

