HomeGujaratમોરબીના જુના બસ સ્ટેશન વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ખુલ્લા ખાડામાં વાહનો ખાબક્યા

મોરબીના જુના બસ સ્ટેશન વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ખુલ્લા ખાડામાં વાહનો ખાબક્યા

મોરબી શહેરના ટ્રાફિકથી ધમધમતા જુના બસ સ્ટેશન નજીક છેલ્લા કેટલાક દિવસથી ભૂગર્ભ ગટરના ખાડા ખુલ્લી હાલતમાં પડ્યા છે જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે આ જગ્યામાં દરરોજ ભૂગર્ભ ગટરમાં વાહન ખાબકતા અકસ્માત સર્જાઈ રહ્યા છે. આજને દિવસે બે રીક્ષા એક કાર સહિતના કેટલાંય વાહન અંદર પડી જતા અકસ્માત સર્જાયો હતો. રાત્રીના સમયે તો આ જગ્યા અંધારા તેમજ વાહનોના સતત ધસારાના કારણે અત્યંત જોખમી બની ગઈ છે સ્થાનિકો વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે આ બાબતે અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતાં પાલિકાની ટીમ અહી રીપેરીંગ કરવા આવતી નથી દર વખતે માત્ર આશ્વાસન આપી છૂટી જતી હોય છે. આ ઉપરાંત આ સ્થળ પર દિવસ-રાત ભૂગર્ભ ગટરના પાણી પણ છલકાઈ રહ્યા છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આગામી દિવસોમાં પાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો તેમના ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW