યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર યાત્રિકોના વિરામ માટે બનાવવામાં આવી રહેલી મઢુલીનો ઢાંચો તૂટી પડતા યાત્રિકો ઈજાગ્રસ્ત થયા હતા જોકે ઘટનાની જાણ થતા તાત્કાલિક વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું જયારે સ્થાનિક જીપ ચાલકો દ્રારા ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી .
માચી ખાતે આવેલા ચાચર ચોકમાં યાત્રિકોના વિસામા માટે મઢુલી નિર્માણાધીન હતી, જેનો ઢાંચો તૂટી પડતા એક મહિલાનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય 9 ઈજાગ્રસ્ત થયા છે.વિગતવાર જોઈએ તો, અચાનક વરસાદનું ઝાપટું આવતા યાત્રિકો નિર્માણાધીન મઢુલી નીચે આશરો લેવા ઉભા હતા દરમિયાન ઢાંચો તૂટી પડતા પાવાગઢ ખાતે આવેલા 9 યાત્રિકો ઈજાગ્રસ્ત થયા છે. તેમજ વડોદરાના 50 વર્ષીય મહિલાનું મોત આદુર્ઘટનામાં મોત નિપજ્યું છે.
દુર્ઘટના બાદ સ્થાનિકો ઈજાગ્રસ્ત યાત્રિકોની વ્હારે આવ્યા હતા. સ્થાનિકો અને યાત્રિકો દ્વારા હાથવગા સાધનો દ્વારા કાટમાળ હટાવી ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલોલ પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. પોલીસ તેમજ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મેડિકલ ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.
આ દુર્ઘટનામાં કુલ 09 લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેમજ વડોદરાના 50 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે. ઇજાગ્રસ્તોને પાવાગઢના જીપ ચાલકો દ્વારા હાલોલ રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા પરંતુ હવે વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા છે.