રાજ્ય સરકારના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલ તલાટી કમ મંત્રી ની જગ્યા માટે લાખોની સંખ્યામાં ઉમેદવારોએ અરજી કરી છે અને આગામી રવિવારે તેની પરીક્ષા પણ યોજાનાર છે ત્યારે મોરબી જીલ્લા માં તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવશે. મોરબીમાં 54 કેન્દ્રો અને 604 બ્લોકમાં તલાટી મંત્રીની પરીક્ષાની તૈયારી ચાલી રહી છે અને મોરબીમા 18180 ઉમેદવારો તલાટી કમ મંત્રીની પરીક્ષા આપશે. પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે. પરીક્ષા માટે 15 રૂટ નક્કી કરવાના આવ્યા છે અને આ રૂટ ઉપર સ્ટાફ ફાળવવામાં આવ્યો છે.
તલાટી મંત્રીની પરીક્ષા માટે 1700 જેટલો સ્ટાફ ફાડવામાં આવ્યો છે આ ઉપરાંત કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઇ પી.આઇ. પી એસ આઈ સહિતના 300 જેટલો પોલીસનો સ્ટાફ ગોઠવાશે. દરેક કેન્દ્ર ઉપર બે મહિલાકર્મી અને એક પુરુષકર્મી એક પીએસઆઇ કે એએસઆઈ કક્ષાના અધિકારી તૈનાત રહેશે. દરેક પરિક્ષાર્થીઓને આ વખતે બુટ ચંપલ ક્લાસની બહાર કાઢવા પડશે. દરેક કેન્દ્રના મેઈન દરવાજા ઉપર મેગા ફિક્સલનો કેમેરો ગોઠવવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા પંચાયતમાં પરીક્ષા માટે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે. ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાશે. કોઈ પરિક્ષાર્થીને કોઈ તકલીફો હોય તો કંટ્રોલ રૂમના 02822299100 ઉપર માર્ગદર્શન મેળવી શકશે. મોરબી, વાંકાનેર, હળવદ અને ટંકારા તાલુકા મથકોએ પરીક્ષા કેન્દ્રો ગોઠવાયા છે.

