દેશની સુપ્રીમ કોર્ટમાં હાલ સુનવણી ચાલી રહી છે. કોર્ટમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવા અરજી કરનાર અરજદાર તેનો પક્ષ મુકવામાં આવ્યો હતો તો સરકાર દ્વારા પણ આ બાબતે પોતાનો પક્ષ રાખ્યો છે જોકે હાલ હજુ આ અંગે હાઇકોર્ટમાં સુનવણી ચાલી રહી છે.જોકે બીજી તરફ સમલૈંગિક સંબંધોને માન્યતા ન આપવા બાબતે અલગ અલગ સ્થળોએ માગણી ઉઠી રહી છે. ત્યારે મોરબીના પણ આ બાબતે વિરોધ શરૂ થયો છે.આ મુદ્દે આજે મહિલા સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.
સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા ન આપવાના આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી

