HomeGujaratમોરબીના ઔધોગિક વિસ્તારમાં કમોસમી વરસાદ મુસીબત લઈને આવ્યો, ૧૫ જેટલા વાહનો ફસાયા

મોરબીના ઔધોગિક વિસ્તારમાં કમોસમી વરસાદ મુસીબત લઈને આવ્યો, ૧૫ જેટલા વાહનો ફસાયા

મોરબી શહેરના ઔધીગિક વિસ્તાર એવા લાતી પ્લોટ વિસ્તારને પાકા રોડ અને ભૂગર્ભ ગટરની સુવિધા આપવાના વર્ષોથી દાવા કરવામાં આવિ રહ્યા છે જોકે આ સુવિધા ક્યારે મળશે તે ખુદ પાલિકા જાણે હાલ સ્થિતિ એવી છે કે આ વિસ્તારમાં વેપારીને ચાલવા જેવી સ્થિત રહી નથી

મોરબીમાં શુક્રવારથી થયેલા કમોસમી વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાવો થયો છે,મોરબીના ઔધોગિક ઝોન એવા લાતી પ્લોટવિસ્તારની હાલત દયનીય બની છે લાતી પ્લોટ વિસ્તારના શેરી નંબર 6 -7 ભૂગર્ભ ગટરનું રીપેરીંગ કામ કર્યા તેના પર યોગ્ય બૂરાણ કરવામાં આવ્યું ન હતું દરમિયાન આજે થયેલા વરસાદને પગલે શેરીમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા તેમજ મોટા કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું સ્થિતિ એટલી હદે બદતર બની ગઈ હતી કે ત્યાંથી વાહનોને પસાર થવું મુશ્કેલી પડી હતી જેમાં 10થી 15 જેટલા વાહનો ફસાઈ ગયા હતા. આ ફસાઈ ગયેલા વાહનો કાઢવા દુકાનદારોએ ક્રેન બોલાવી હતી પરંતુઆ વિસ્તારની સ્થિતિ એટલી ખરાબ થઇ ગઈ છે કે વાહન કાઢવા આવેલ ક્રેન પણ તેમાં ફસાઈ ગયું હતું

લાતી પ્લોટ વિસ્તાર પાલિકાનો કમાઉ દીકરા સમાન હોવા છતાં સુવિધા પૂરી પાડવામાં પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે ત્યારે હાલ કમોસમી વરસાદમાં જો આવી સ્થિતિ થઇ જતી હોય ટતો આ વિસ્તારમાં ચોમાસાની સ્થિતિ કેટલી ખરાબ થતી હશે ? પાલિકા તંત્ર આ વીસ્તારમાં સુવિધા આપવા માંગે છે કે નહી કે માત્ર ચુંટણી વખતે મસમોટી જાહેરાત કરીને વેપારીને લોલીપોપ આપી સંતોષ માની લે શે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW