મોરબી જીલ્લામાં શુક્રવારે સાંજથી કમોસમી વરસાદ પડી રહ્યો છે શનિવારે સવારથી વરસાદી વાતાવરણ રહ્યું હતું અને મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વીસ્તારમાં સવારે ગાજ વીજ સાથે સવા ઇંચ વરસાદ વરસી ગયો હતો. જેના કારણે શહેરના માર્ગો પાણી પાણી થઇ ગયા હતા બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ ખેતરમાં પાણી ભરાતા ઉનાળુ પાકને મોટા પાયે નુક્શાન થવાની ભીતિ સેવાઈ રહી છે
મોરબી જીલ્લામાં તોફાની પવન સાથે ક્યાંક ક્યાંક વીજળી પડવાની ઘટના પણ બનીહતી જેમાં એક ઘટના મોરબી તાલુકાના બરવાળા ગામમાં બની હતી જ્યાં એક રહેણાંક મકાનમાં વીજળી પડતા વીજ ઉપકરણ બડી ગયા હતા.સદ નસીબે આ બનાવમાં કોઈ જાન હાની થઇ ન હોવાથી લોકો રાહતનો શ્વાસ લીધો હતો

