રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા તા 28 થી 2 મે દરમિયાન ગાજ વીજ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી આ આગાહી સાચી પડી હોય તેમ મોરબી જીલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને પવન પણ ફુકાઈ રહ્યો હતો તો ગુરુવારે આ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર વધી હતી અને બપોર બાદ ઘટા-ટોપ વાદળો છવાયા હતા અને મોરબી શહેર તેમજ આસપાસના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ગાજ વીજ સાથે વરસાદી ઝાપટુ વરસી ગયું હતું, અચાનક પડેલા વરસાદી ઝાપટાથી વાતાવરણમાં થોડીવાર માટે ઠંડક પ્રસરી ગઈ હતી
મોરબીમાં ગુરવારે પડેલા વરસાદી ઝાપટા સાથે તેજ પવન પણ ફુકાયો હતો જેના કારણે અલગ અલગ વીસ્તારમાં જોખમી હોર્ડિંગ તૂટી પડવાની ઘટના બની હતી જેમાં એક રવાપર રોડ પર આવેલ v -માર્ટ નજીક કોમ્પ્લેક્ષ બહાર રાખેલ હોર્ડિંગ તેમજ એક ગાંધી ચોક વિસ્તારમાં આવેલ હોર્ડિંગ તૂટી પડ્યું હતું આ ઉપરાંત લીલાપર રોડ પર આવેલ સબ સ્ટેશન નજીક વીજ પોલ તૂટી પડવાની ઘટના પણ બની હતી આમ અલગ અલગ સ્થળે આ રીતે ખાના ખરાબી સર્જાવવાના કારણે વીજળી પણ ગુલ થઇ ગઈ હતી
મોરબીના નવાગામ નજીક આવેલ સોમનાથ પેપરમિલમાં પણ ભારે પવનના કારણે પતરા તૂટી પડ્યા હતા જેના કારણે કારખાનામાં મોટા પાયે નુકશાન થયું હતું


