મોરબીમાં મંગળવાર ની મોડી રાત્રે શહેરના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ ખોડીયાર પાનની સામેની શેરીમાં રાત્રિના અગિયારક વાગ્યાના અરશામાં છરી ના ઘા મારી યુવાનની હત્યા નિપજાવવામાં આવી હતી ઘટના પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસ માં બહાર આવ્યું છે
મૃતક હિરેન ભટ્ટના માતાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ઘરની બાજુમાં રહેતા રણજીતસિંહ વાઘેલા તેના ભત્રીજા મહિપતસિંહ વાઘેલા અને અન્ય એક વ્યક્તિ દ્વારા પ્રેમ પ્રકરણ બાબતે અગાઉ મૃતક હિરેન સાથે ઝઘડો કરેલો હતો અને ત્યારબાદ મોડી રાત્રે હિરેનની હત્યા નીપજાવી ફરાર થઈ ગયા છે હાલ તો સમગ્ર મામલે ફરિયાદ બાદ આ ત્રણેય આરોપીઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યો છે
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી મોરબીમાં ગંભીર ગુના સતત વધી રહ્યા છે પોલીસ ના પેટ્રોલિંગ ના દાવા તેમજ કડક કાર્યવાહીના દાવા માત્ર વાતો પુરવાર થઇ રહી હોય એમ ગુનેગારોમાં પોલીસ કે કાયદાનો ડર જ ન રહ્યો હોય એવી સ્થિતિ છે ક્યારે પોલીસ આવા ગુનેગારો સામે લાલ આંખ કરશે ? શું પોલીસ હપ્તા ઉઘરાવવામાં જ વ્યસ્ત રહેશે, શું પોલીસને દારૂ અને જુગારના જ કેસમાં રસ છે કારણ કે તેમાં માલ મલાઈ પોલીસને મળી રહી છે આવા અનેક સવાલો પોલીસની ભૂમિકા સામે શંકા ઉભી કરી રહ્યા છે