HomeGujaratમોરબીમાં સગીરાને ફોટા વાયરલ કરવાની ઘમકી આપી વિધર્મી શખ્સે આચર્યું દુષ્કર્મ

મોરબીમાં સગીરાને ફોટા વાયરલ કરવાની ઘમકી આપી વિધર્મી શખ્સે આચર્યું દુષ્કર્મ

મોરબી શહેરના એક વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરીને હસન સંધી નામના વિધર્મી શખ્સે પ્રેમજાળ ફસાવી હતી. બાદમાં તેને વાવડી રોડ વિસ્તારમાં એક સ્થળે લઇ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેના છાના છુપે ફોટા પાડી લીધા હતા બાદમાં આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેઈલ કરવાનું શરુ કર્યું હતું સગીરા ડરી જતા તેનો લાભ લઇ અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું દરમિયાન ગત તા 13 ના રોજ ફરી એકવાર સગીરાને એક કપડાની દુકાનમાં લઈ ગયો હતો અને ત્યાં પણ સગીરાની મરજી વિરુદ્ધ દુસ્કર્મ આચર્યું હતું અવારનવાર આ વિધર્મી શખ્સ તેને ધાક ધમકી આપી દુષ્કર્મ આચરતા હોવાથી સગીરા છેલ્લા કેટલાક સમયથી ગુમ સુમ રહેતી હોવાથી પરિવારજનોને આશંકા જતા સગીરાની પુછપરછ કરતા આ શખ્સનું કારસ્તાન સામે આવતા સગીરાના પરિવાર જનોએ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી અને સગીરાને બ્લેક મેઈલ કરી દુષ્કર્મ કરનાર હસન સંધીની શોધખોળ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW