માળિયા મિયાણા કચ્છ નેશનલ હાઈવે પર રવિવારે મોડી રાત્રે ટ્રક ઝડપથી રીપેર કરવાનું કહી ઝઘડો કરી 7 શખ્સ દ્વારા માથાકુટ કરી એક યુવક પર બે શખ્સ દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું આ અંગે માળિયા પોલીસ મથકમાં 4 અજાણ્યા શખ્સ સહીત 7 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી આ પ્રકરણમાં પોલીસે ૩ આરોપીની ધરપકડ કરી હતી જયારે બાકીના 4 આરોપીની શોધખોળ ચાલી રહી છે
માળિયા મિયાણા કચ્છ હાઈવે પર આવેલ નવજીવન હોટેલ પાસે ટ્રક ઝડપથી રીપેર કરવા મુદે શ્યામ ગેરેજના કારીગર સાથે ટ્રક ચાલક રકઝક કરતા હોય જેથી ત્યાં બાજુમાં બેઠલા સફિરભાઈ મુસાભાઈ મોવર દ્વારા તેન સમજવાવા પ્રયાસ કર્યો હતો જોકે ટ્રક ચાલકે તેનો ખાર રાખી રાત્રીના સમયે પોલીસે જુસબ ગુલમામદ મોવર,હૈદર સુમાર મોવર અને ઓસમાણભાઈ સુમારભાઈ મોવર અને ચાર અજાણ્યા શખ્સને સાથે રાખી ફરી ત્યાં આવ્યો હતો અને સફીરની કાર તરફ આ શખસ દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું જે અંગે માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ હતી જેના આધારે પોલીસે જુસબ ગુલમામદ મોવર અને દિલીપ ર્ઉફે કાનજી ઉભડીયા તેમજ તોફીક કરીમ ખોખરને ઝડપી લીધા હતા અને તેની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

