ઉદ્યોગનગરી મોરબીના સિરામિક ઝોનમાં છેલ્લા વર્ષોથી થી જેતપર અણીયાળી રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો હતો.અનેક વખત ગ્રામ જનો અને ઉધોગકારો દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ અંતે રાજ્ય સરકાર દ્વારા આ રોડ ફોર ટ્રેક બનાવવા મંજુરી આપી હતી અને તેની ગ્રાન્ટ ફાળવામાં આવી હતી .વિધાનસભા ચુંટણી પહેલા અ રોડનું પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ ખાત મ્ર્હુત થયા બાદ માર્ગ મકાન વિભાગ દ્વારા આ એમ એસ ખુરાના નામની એજન્સીને ફોર ટ્રેક કામ કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો હવે તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ જતા રોડ નિર્માણનું કામ ચાલી રહ્યું છે. ત્યારે આ રોડનું કામ મંજૂર થતાજ મોરબી જેતપુર અણીયાળી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને ઝડપથી પૂરો કરવા માટે મોરબીમાં પ્રથમ વખત ઓટોમેટિક મશીન મગાવવામાં આવ્યું હતું ને આના થકી રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે

સિરામિક નગરી મોરબીમાં બિસ્માર હાલતમાં અને અકસ્માત ઝોન બની ગયેલા પીપળી અણીયાળી રોડ બનાવવાની માંગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવતી હતી ત્યારે રોડ મંજૂર કરવામાં આવતા આજરોજ મોરબીના ઇતિહાસમાં પ્રથમ વખત ઓટોમેટીક મશીનથી ફોરટેક રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ આર એન બીના અધિકારીઓ તેમજ ભાજપ અગ્રણીઓ દ્વારા રોડનું કામ ઓટોમેટીક મશીન દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું હતું આ સાથે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે રોડનું કામ પારદર્શક રીતે તેમજ વાહન ચાલકોને હાલાકી ન પડે તે માટે પહેલી તકે કામ પૂરું કરવાની જવાબદારીઓની સૂચના આપવામાં આવી હતી આ સાથે અધિકારીઓને સાથે રાખી રોડના કામનું નિરીક્ષણ પણ કાંતિલાલ અમૃતિયા દ્વારા કરવામાં આવ્યું હતું



