HomeGujaratસીએમ ભુપેન્દ્ર પટેલ મોરબી આવી પહોચ્યા કાર્યકરો સાથે કરી મુલાકાત,ચાલુ કાર્યક્રમમાં થઇ...

સીએમ ભુપેન્દ્ર પટેલ મોરબી આવી પહોચ્યા કાર્યકરો સાથે કરી મુલાકાત,ચાલુ કાર્યક્રમમાં થઇ લાઈટ ગુલ

વિધાનસભા ચુંટણી પૂર્ણ થયા નવી સરકાર સત્તામાં આવ્યાના 100 દિવસ પૂર્ણ થતા રાજ્યમાં દરેક જિલ્લામાં કાર્યક્રમ યોજાઈ રહ્યા છે અને મોરબી જીલ્લામાં પણ આજે જિલ્લા ભાજપની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આજે યોજાયેલ આ બેઠકમાં સીએમ ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. સીએમ ભુપેન્દ્ર પટેલનું સ્કાય મોલ બહાર ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોલ ખાતે આવેલ બેન્કવેટ હોલમાં આ બેઠક મળી હતી જોકે બેઠકની શરુઆતમાં જ લાઈટ ગુલ થઇ જતા ભાજપ આગેવાંનો અને પીજીવીસીએલના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.લગભગ પાંચ મિનીટ સુધી લાઈટ બંધ રહેતા હોલમાં અંધકાર છવાઈ ગયો હતો. બાદમાં લાઈટ આવતા સીએમના સ્વાગત કાર્યક્રમ શરુ કરવા આવ્યો હતો અને જિલ્લા ભાજપ સંગઠન , 5તાલુકા અને ૩ શહેર ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW