HomeGujaratમોરબીના લાતીપ્લોટમાં ૬ મહિનાથી ઉભરાતી ગટરથી સ્થાનિકો બેહાલ,ખુલ્લી ગટરમાં રીક્ષા,અને એક્ટિવા ખાબકી

મોરબીના લાતીપ્લોટમાં ૬ મહિનાથી ઉભરાતી ગટરથી સ્થાનિકો બેહાલ,ખુલ્લી ગટરમાં રીક્ષા,અને એક્ટિવા ખાબકી

સ્થાનિકોએ પાલિકાની લઇ સીએમ સુધી અનેક રજુઆતો કરવા છ્તાં કોઈ ઉકેલ ન આવતા સ્થિતિ વધુ બગડી
મોરબીના ઔધોગિક વિસ્તાર લાતી પ્લોટમાં વર્ષોથી સુવિધાઓ ઝાંઝવાના જળ સમાન બની ગઈ છે તેમાંય તંત્રની બેદરકારીને કારણો આવડા મોટા ઔધોગિક વિસ્તારમાં પ્રાંથમીક સુવિધાઓ મૃગજળ બની ગઈ છે. ખાસ કરીને લાતીપ્લોટમાં છેલ્લા છ મહિનાથી સતત ગટર ઉભરાતી હોય અસંખ્ય રજુઆત કરવા છતાં નગરપાલિકા તંત્રએ નિભરતાની હદ ઓળગી દેતા તંત્રના પાપે આજે એક માલ સામાનનું પરિવહન કરતી મોટી રીક્ષા પલટી મારી ગઈ હતી. જો કે સદનસીબે કોઇ જાનહાની થઈ નથી. પણ શું તંત્ર જાનહાની થશે પછી જ કાર્યવાહી કરશે તેવો સવાલ ઉઠ્યો છે.

મોરબીના લાતીપ્લોટ નંબર-6માં આવેલા ઇલોરા હાઉસની સામેની ગટરનું ઢાંકણું તૂટી જતા આ ખુલ્લી ગટર વાહનો માટે જોખમી બની છે. નગરપાલિકા તંત્રને અનેક રજુઆત કરવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા આજે એક દુર્ઘટના બની હતી. જેમાં લાતીપ્લોટમાં અનેક ઉધોગો આવેલા હોય ઉધોગોમાંથી માલ પરિવહન કરતી રીક્ષા અહીંથી પસાર થતી વખતે ખુલ્લી ગટરમાં ખાબકી હતી. જો કે અહીં છેલ્લા છ મહિનાથી સતત ગટર ઉભરાય છે. ગટરના દૂષિત પાણી આ વિસ્તારમાં નદીના વહેણની જેમ વહેતા હોય ભારે દુર્ગધ ફેલાય રહી છે. આ ગટરની સમસ્યા અહીંના ઉધોગકારો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. સ્થાનિક ઉધોગકારોએ નગરપાલિકા તંત્ર અને કલેકટરને પણ રજુઆત કરી હોવા છતાં સમસ્યાઓ યથાવત રહેતા સ્થાનિક ઉધોગકારો મુશ્કેલીમાં મુકાય ગયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW