આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી મોરબી આવી રહ્યા છે ત્યારે ઝૂલતા પૂલ ની ગોઝારી ઘટનામાં આશરે ૧૩૫ નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે. ત્યારે આ દુર્ઘટનામાં બેજવાબદાર મોરબી શહેરની ભાજપ શાસિત નગરપાલિકાના પદાધિકારીઓ અને અઘિકારી સામે ઝૂલતા પૂલની ગોઝારી ઘટનામાં ક્યારે પગલાં લેવામાં આવશે હમણાં જ ગુજરાત સરકારે નગરપાલિકાના સદસ્યોને બિનજવાબદાર ઠેરવી નગરપાલિકા સુપરસીડ કરેલ છે, તો હવે આવા બિન જવાબદાર નગરપાલિકાના પદાધિકારી અઘિકારી ઓ સામે જવાબદારી ફિક્સ કરી તેમની સામે કડકમાં કડક ફોજદારી પગલાં ક્યારે ભરવામાં આવશે અને તે જાણવા મોરબીની પ્રજા આપની પાસે આશા રાખી રહી છે તો આ બાબતે મોરબી નગરપાલિકાના જવાબદાર પદાધિકારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરની પ્રજાને લાગણી અને માગણી છે ત્યારે આવતીકાલે મોરબી આવી રહેલા સીએમ આ જવાબદાર પદાધિકારી વિરુદ્ધ કાયદાકીય એક્શનલેવા આદેશ કરે તેવી માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજગુરુએ કરી હતી


