HomeGujaratવાંકાનેરમાં જપ્ત થયેલ હીટાચી છોડાવવા બોગસ સર્ટીફીકેટ કોર્ટમાં રજુ કરનાર ત્રણ શખ્સ...

વાંકાનેરમાં જપ્ત થયેલ હીટાચી છોડાવવા બોગસ સર્ટીફીકેટ કોર્ટમાં રજુ કરનાર ત્રણ શખ્સ વિરુદ્ધ ગુન્હો નોધાયો

વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ગ્રામ્ય વિસ્તારમાંથી હિટાચી મશીન જપ્ત કર્યું હતું. હાઇકોર્ટના હુકમ મુજબ રૂ.10.60 લાખનું સોલવંશી સર્ટિફિકેટ મોરબી કોર્ટમાં રજૂ કરવા આદેશ કરવામાં આવતા અમદાવાદ નરોડાના દિનેશભાઇ ભાણજીભાઇ વાઢેર, મોરથળા થાનના રાજુભાઇ બુટાભાઇ ફાંગલીયાએ નામદાર મોરબી કોર્ટમાં અમદાવદ તાલુકા મામલતદારનું સોલવંશી સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. આ સોલવંશી સર્ટિફિકેટ નકલી હોવા અંગે શંકા જતા પોલીસે નામદાર કોર્ટના આદેશ મુજબ ક્રોસ વેરિફિકેશન કરતા અમદાવાદના દેવેન્દ્રભાઇ નાથાભાઇ પંડયા મારફતે આ બન્ને શખ્સોએ દારપણાનો દાખલો છળકપટથી બોગસ રીતે બનાવ્યું હોવાનું સામે આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. આ અંગે બી ડીવીઝન પોલીસે અને ત્રણેય આરોપી દિનેશ ભાણજી વાઢેર, રાજુ બુટાભાઈ,અને દેવેન્દ્ર નાથાભાઈ પંડ્યા વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW