મોરબી તાલુકાની સૌથી સમૃધ્ધ ગણવામાં આવતી રવાપર ગ્રામ પંચાયતની ચુંટણી રસપ્રદ રહે છે ચુંટણી પ્રચારમાં મોટા પાયે ખર્ચ કરવામાં આવતો હોય છે.જોકે આ ગ્રામ પંચાયતમાં હજુ એક વર્ષ પહેલા જ ચુંટણી થઇ હતી અને તેમાં નવી બોડી ચુંટાઈને આવી હતી.જોકે ગ્રામ પંચાયતમાં સભ્ય બનાવવા જે તે સમયે મોટા ઉપાડે મતદારોના પગે પડ્યા હતા અને મત માગી વિજેતા બન્યા હતા.જોકે એક વર્ષ દરમિયાન ધીમે ધીમે સભ્યોનો જાણે મોહ ઘટી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે અને રાજીનામા પણ પડી રહ્યા છે આવું જ એક રાજીનામું ગ્રામ પંચાયતના ઉપ સરપંચ ઉર્મિલાબેન અરુણભાઈ વિડજા અચાનક રાજુનામું ધરી દેતા આશ્ચર્ય સર્જાયુ હતું ઉર્મિલાબેને ગામના સરપંચને પોતાનું લેખિત રાજીનામાં આપતો પત્ર લખ્યો હતો જેમાં પોતાને કોઈ પણ પ્રકાર નું દબાણ કે ધમકી વિના સ્વૈચ્છિક પોતાના ઘર કામ અને સામજિક જવાબદારીના કારણે ગ્રામ પંચાયતમાં કામગીરી ન કરી શકતા હોવાથી આપતા હોવાનું જણાવ્યું હતું

જોકે મહિલા ઉપ સરપંચનો હોદો ધરાવતા ઉર્મિલાબેન ઘરકામમાં એટલા તે એકવ વ્યસ્ત થઇ ગયા કે તેમની પાસે ગ્રામ પંચાયતના સભ્ય પદ તરીકે કામગીરી કરવાનો સમય છે પરંતુ ઉપ સરપંચ પદ છોડવા તૈયાર થઇ ગયા શું તેઓ આ પદ કોઈના ઈશારેથી તો નથી છોડી રહ્યા ને તેવા પણ સવાલ ઉઠી રહ્યા છે?
તો રવાપર ગ્રામ પંચાયતના કેટલાક સદસ્યો ગામના સરપંચની કામગીરીથી નારાજ હોવાની ચર્ચા જાગી છે અને આં નારાજગી પાછળ પણ ક્યાય આર્થીક વહીવટની ભાગ બટાઈ તો જવાબદાર નથી ને તેવા સવાલ ઉઠી રહ્યા છે
આ ઉપરાંત એક એવી વાત પણ સામે આવી રહી છે કે રવાપર ગ્રામ પંચાયત વિસ્તારમાં નિર્માણ પામતી હાઈરાઈઝ રેસીડન્સીયલ બિલ્ડીંગ તેમજ કોમર્સિયલ કોમ્પ્લેક્ષ બાંધકામને ગેર કાયદે મંજુરી આપવામાં આવે છે અને તેના માટે મોટા રાજકીય આગેવાનોના ઇશારે આર્થિક વહીવટ થતા હોય છે અને આ વહીવટના કારણે સભ્યોની નારાજગી સામે આવી રહી છે ત્યારે આ ઘટના ક્રમમાં ઉપ સરપંચનો ભોગ લેવાયો હોય તેવી ચર્ચાએ હાલ જોર પકડ્યું છે

