મોરબીના રબારી વાસ વિસ્તારમાં રહેતા અને તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા રવિભાઈ ગઢવી ના પત્ની મિતલબેન શનિવારના રોજ પોતાના ઘરમાં ફાંસો લગાવી આપઘાત કર્યો હતો જે અંગે ગત રવિવારે એ ડિવિઝન પોલીસ મથક માં આત્મહત્યાની નોધ થઈ હતી. જેમાં મૃતકની માતાના દીકરીની હત્યાના આક્ષેપ બાદ તેમના જમાઈ રવિભાઈ અને રવિ ભાઈના માતા ગીતાબેન ધીરુભાઈ ગઢવી સામે એ ડીવીઝન પોલીસ મથકમાં મીતલબેનને મરવા મજબુર કર્યાની ફરિયાદ નોધાય છે
મૃતક પરણીતા ના માતાએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ગીતા ધીરૂભાઈ કીડિયા અને રવિ ધીરૂભાઈ કીડિયા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરીયાદીની દીકરી મિતલ (ઉ.વ.26)ના લગ્ન આઠ વર્ષ પહેલાં પોલીસમાં નોકરી કરતાં રવિ કીડિયા સાથે થયા હતા અને ગત તા. 08 એપ્રિલના રોજ રાત્રીના મિતલે રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું જાણવા મળ્યું હતું. જેથી તાત્કાલિક ફરિયાદી ઉમાબેન અને તેનો દીકરો યુવરાજ રવિકુમારના ઘરે પહોંચ્યા હતા અને હોસ્પિટલ લઇ જતાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરી હતી જેથી પીએમ કરાવ્યું હતું.

ઉલેખનીય છે કે દીકરીને તેના સાસુ ગીતા ધીરૂભાઈ કીડિયા અંધશ્રદ્ધામાં વધુ માનતા હોય જેને કારણે તેને માનસિક દુખ ત્રાસ આપતા હોય અને દીકરી આ બાબતે ફોનમાં અને રૂબરૂમાં મળતી ત્યારે વાત કરી હતી, પરંતુ થોડું જતું કરવાનું સમજાવતા હતા. તેમજ સાસુની અંધશ્રદ્ધાની વાત પતિને કરતી તો જમાઈ રવિકુમાર મારકૂટ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. જોકે છેલ્લા સાતેક મહિનાથી સાસુ ગીતાબેન અને જમાઈ રવિકુમાર કીડિયા અંધશ્રદ્ધાને કારણે શારીરિક અને માનસિક રીતે હેરાન કરી દુખ ત્રાસ આપતા હોય જેથી કંટાળી જઈને ફરિયાદીની દીકરીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મોરબી એ ડીવીઝન પોલીસે આરોપી સાસુ ગીતાબેન અને જમાઈ રવિકુમાર ધીરૂભાઈ કીડિયા વિરુદ્ધ મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાય હોવાનું જાણવા મળી રહ્યું છે