મોરબી જીલ્લામાં દિન પ્રતિ દિન વધ ઘટ થઈ રહેલા કોરોનાના કેસ વચ્ચે બુધવારે કુલ 16 દર્દીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.આ 16 દર્દી પૈકી ૩ મોરબી શહેર.12 ગ્રામ્ય વિસ્તારમાં નોધાયા હતા જયારે એક કેસ ટંકારા તાલુકામાં નોધાયો હતો બીજી તરફ જીલ્લામાં 35 દર્દી સ્વસ્થ થયા હતા જે પૈકી 27 મોરબીના .૬ હળવદ અને ટંકારા અને વાંકાનેરમાં 1-1 દર્દી સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે મોરબી જીલ્લામાં બુધવાર સુધીમાં એક્ટીવ કેસનો આંકડો ઘટીને 100 થી નીચે આવી ગયો છે જીલ્લામાં બુધવારે એક્ટીવ કેસ માત્ર 95 જ રહ્યા છે અને તે તમામ હોમ આઈસોલેટ હોય અને તમામની તબિયત સ્થિર હોવાનું પણ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું

