વાંકાનેર તાલુકાના ઢુવા ચોકડી પાસે એક શખ્સ દેશી બનાવટની બંધુક સાથે ફરતો હોવાની બાતમી મોરબી એલસીબીની ટીમને મળી હતી આ બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને દેશી પિસ્તોલ સાથે વાંકાનેરના વીસીપરા વિસ્તારમાંરહેતા સિકન્દર રાયધન મોવર નામનો શખ્સને ઝડપી લીધો હતો અને જે બાદ પોલીસે આરોપી પાસેના હથીયારનું લાયસન્સ છે કે કેમ તે અંગે તપાસ કરતા આરોપી પાસે લાયસન્સ ન હોય અને હથીયાર ગેર કાયદે હોવાનું જણાવતા એલસીબીની ટીમે પિસ્તોલ અને ૩ જીવતા કારતુસ કબજે કર્યા હતા. બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

