મોરબી શહેર ઓદ્યોગિક રીતે વિકસિત શહેર હોવાથી મોરબીના વેપારીઓ અને ઉદ્યોગકાર બીજા રાજ્યમાં વેપાર ધંધા અર્થે જતા હોય છે આ સિવાય સિરામિક ઉદ્યોગ,ઘડિયાળ પેપર મિલ ઉદ્યોગમાં હજારોની સંખ્યમાં યુપી બિહાર રાજસ્થાન ઝારખંડ સહિતના મજૂરો મોરબી આવે છે જોકે મોરબી શહેનમાંથી લાંબા અંતરની ટ્રેન ન હોવાથી મજૂરોને ભારે હાલકી પડી રહી છે ત્યારે મોરબીને લાંબા અંતરની ટ્રેન ફાળવવા વર્ષોથી ફાળવવા માગણી છે પણ મોરબીને લાંબા અંતરની ટ્રેન આપવી જરૂરી છે. આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે પણ શહેરના વિદ્યાર્થી આગળ વધી રહ્યા છે ત્યારે જિલ્લામાં વધુ એક કેન્દ્રીય વિદ્યાલય ની જરૂરિયાત હોય આં બાબતે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી જેમાં મોરબીના નાગરિકોની સુખાકારીમાં વધારો થાય તે માટે ત્રણ પ્રશ્નોનો રજુઆત કરવામાં આવી હતી
વડાપ્રધાન સાથેની મુલાકાતમાં ધારાસભ્યએ મોરબીને અન્ય રાજ્યો સાથે જોડતી ડેઈલી ટ્રેનની સુવિધા, રાજપર ગામ પાસે ચાલતા એરપોર્ટનું કામ જલ્દી પૂરું કરી મોરબીને હવાઈ મુસાફરીની સુવિધા આપવા તેમજ મોરબી જિલ્લાને કેન્દ્રીય વિશ્વ વિધાલય ફાળવવા બાબતે રજૂઆત કરી હતી