HomeGujaratહળવદના સાપકડામાં માલિકીની જગ્યામાં કબજો કરનાર 4 શખ્સ વિરુધ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો...

હળવદના સાપકડામાં માલિકીની જગ્યામાં કબજો કરનાર 4 શખ્સ વિરુધ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોધાયો

મોરબી જીલ્લામાં દિન પ્રતિ દિન કિમતી જમીન પર ગેર કાયદેસર દબાણ કરનારાની સંખ્યા દિન પ્રતિ દિન સંખ્યા વધી રહી છે અને તેના કારણે લેન્ડ ગ્રેબિંગના ગુના પણ નોધાઇ રહ્યા છે. ત્યારે હળવદમાં લેન્ડ ગ્રેબિંગની વધુ એક ફરિયાદ નોધાઇ છે

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા વૃદ્ધ પોતાની માલિકીની જમીન પર ચાર શખ્સોએ કબજો કરી લેતા હળવદ પોલીસ મથકે ચાર શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ વૃદ્ધે નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ સાપકડા ગામે રહેતા અને મજૂરી કામ કરતા પ્રભુભાઈ મગનભાઈ ચાવડાએ હળવદ પોલીસ મથકે હરિશભાઈ દલુભાઈ ચાવડા, પ્રકાશ હરીશભાઈ ચાવડા, ભાવેશ હરીશભાઈ ચાવડા અને દલુ ચતુરભાઈ ચાવડા સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે, કે સાપકડા ગામે સર્વે નંબર 745 અને 746ની વારસાઈ વાળી જમીન સંપૂર્ણપણે આરોપીએ બળજબરી પૂર્વક પચાવી પાડી છે. અને વધુમાં આરોપીઓ બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે હળવદ પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW