HomeGujaratટંકારાના ડેમી 2 ના મંગળવારે સવારે 6 દરવાજા 2 ફૂટ ખોલાશે

ટંકારાના ડેમી 2 ના મંગળવારે સવારે 6 દરવાજા 2 ફૂટ ખોલાશે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી બે ડેમ દરવાજા ખોલવામાં આવ્યા સૌની યોજનાનું મંજૂર થયેલ પાણીના જથ્થામાંથી ડેમી બે સિંચાઈ યોજનામાં ઠલાવવમાં આવ્યું છે. હવે આ પાણી આગામી દિવસોમાં ખેડૂતોને સિંચાઈ માટે ઉપયોગી થાય તે માટે સિંચાઇ વિભાગ દ્વારા નદીના પ્ટમાં છોડવાં અને નાના મોટા ચેકડેમ ભરવા તેમજ ડેમી 3ડેમ ભરવા  આયોજન કરવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે તા 4નાં રોજ સવારે 7વાગ્યે  ડેમી 2ડેમના 6 દરવાજા2 ફૂટ  ખોલવામાં આવશે અને તેમાંથી 7968ક્યુસેક પાણીનો જથ્થો નદીના પટમાં છોડવામાં આવશે .

ડેમી 2 ડેમ નું  હાલનું લેવલ 46.50 મીટર છે જળાશયનો ગ્રોસ જથ્થો 406.07 એમસીએફટી છે ખોલવાના થતા દરવાજાની વિગત છ દરવાજા બે ફૂટ ખોલવાના રહેશે ખોલવાના થતા દરવાજાનો પ્રવાહ 7,968 ક્યુસેક રહેશે. જળાશયમાં પાણીની આવક 145 દિવસે રહેશે

 ડેમમાંથી દરવાજા ખોલી મોટા પ્રમાણ માં પાણીનો જથ્થો નદીમાં પટમાં ઠલવાતા નદીની બંને સાઈડ જળસ્તર વધી શકે છે અને આવા સમયે જો કોઈ નદી ના પટ માં હોય તો જાન હાની થઈ શકે છે આ સંભાવનાને ધ્યાને લઇ સિંચાઇ વિભાગ દ્વારા નીચાણ માં આવતા  ટંકારા તાલુકાના ગામના ગામો નસીતપર નાના રામ પર અને મોટા રામ પર મોરબીના તાલુકાના ગામો ચાચાપર ખાનપર કોયલી ધુળકોટ આમરણ અને બેલા આ સાથે જામનગર જિલ્લા ના જોડિયા તાલુકાના માવનુંગામને એલર્ટ કરાયા છે અને લોકોને નદીના પટમાં ન જવા તેમજ મલ ઢોર ને પણ નદીના પટમાં ન લઈ જવા સૂચના આપી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW