Thursday, November 30, 2023
HomeCrimeટંકારામાં જોધપર ઝાલા માં જુગાર રમતા 5 જુગારી ઝડપાયાં

ટંકારામાં જોધપર ઝાલા માં જુગાર રમતા 5 જુગારી ઝડપાયાં

Advertisement
Advertisement

મોરબીના ટંકારા પોલીસ મથકમાં વિસ્તારમાં આવતા આવેલ જોધપુર ઝાલા ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડયો હતો અને જુગાર રમતાં 5 જુગારી ને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ.૧.,૧૨,૨૦૦ રોકડા અને મોબાઇલ સહીત નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો બનાવ વખતે પાચ જેટલા જુગારી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ મથકના પો.હેઙકોન્સ વિજયભાઇ નાગજીભાઇ બાર તથા એ.એસ.આઇ. ભાવેશભાઇ વરમોરા ઓને મળેલ ચોક્કસ હકિકત આધારે ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામની સીમ વીરવાવ ગામ ના માર્ગે મનુભાઇ ભીખાભાઇ ના ખેતરની બાજુમા ખરાબાની ખુલ્લી જગ્યામા જાહેરમા ગોળ કુંડાળુ વળી ઘોડી પાસા વડે નસીબ આધારે પૈસાની હારજીતનો જુગાર રમતા હોય જેથી આ બાતમી આધારે પોલીસે દરોડો પાડયો હતો અને જુગાર રમતા
કરણભાઇ દડુભાઇ ચાવડા જાતે કાઠીદરબાર ઉ.વ.૩૯ રહે.રાજકોટ રૂખડીયા કોલોની સેન્ટ્રલ જેલની પાછળ શેરી નં-૮ રાજકોટ મુળ રહે.કાળાસર તા.જસદણ જી.રાજકોટ (૨) અજયભાઇ મનોજભાઇ સોલંકી જાતે કોળી ઉ.વ.૩૦ ધંધો-ડ્રાઇવીંગ રહે.રાજકોટ લોહાનગર ગોંડલ રોડ તા.જી.રાજકોટ (૩) ચીરાગભાઇ ગોપાલભાઇ ગરળીયા જાતે વાલ્મીકી ઉ.વ.૨૩ રહે.રાજકોટ રૂખડીયા કોલોની સેન્ટ્રલ જેલની પાછળ શેરી નં-૧૨ તા.જી.રાજકોટ (૪) પ્રકાશભાઇ નરભેરામભાઇ ભુત જાતે પટેલ ઉ.વ.૩૫ ધંધો ખેતી રહે. હાલ મોરબી રવાપર રોડ અવનીચોકડી સંકલ્પ એપા.૪૦૧ તા.જી.મોરબી મુળ રહે. સજનપર (ધુ) તા.ટંકારા જી.મોરબી (૫) રફીકભાઇ ઓસમાણભાઇ ખોખર જાતે સીપાઇ ઉ.વ.૪૫ ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે. રાજકોટ વિનાયકનગર ૧૬ કુષ્ણનગરમેઇન રોડ દોશી હોસ્પીટલ પાસે તા.જી.રાજકોટ વાળા ને ઝડપી લીધા હતા અને તેની પાસેથી ને રોકડા રૂ ૧,૧૨,૨૦૦/- તથા વાહન તેમજ મોબાઇલ ફોન મળી કુલ મુદામાલ રૂ.૨,૭૨,૨૫૦/- ના મુદ્દામાલ સાથે પકડાયેલા આરોપીઓ ૦૫ તથા પકડવા પર બાકી અન્ય ૦૫ (પાંચ) આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

16,367FansLike
10FollowersFollow
1,000SubscribersSubscribe

TRENDING NOW