Thursday, November 30, 2023
HomeBussinessમાર્ચ એન્ડીંગ... રાજ્ય ઇવે બિલ માં ગુજરાત પ્રથમ સ્થાને, જીએસટી અને વેટ...

માર્ચ એન્ડીંગ… રાજ્ય ઇવે બિલ માં ગુજરાત પ્રથમ સ્થાને, જીએસટી અને વેટ 2022-23માં આવક 1 લાખ કરોડને પાર

Advertisement
Advertisement

ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યને જીએસટી હેઠળ રૂપિયા 65,746 કરોડ અને વેટ હેઠળ રૂપિયા 38,037 કરોડ મળી કુલ 1,03,783 કરોડની ગ્રોસ આવક થયેલ છે જે ગત વર્ષ સમાન સમયગાળા દરમિયાન થયેલી આવક ₹86,810 કરોડ કરતાં ૨૦ ટકા વધુ છે આમ ગુજરાત રાજ્ય ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટી અને વેટ હેઠળ આવકની એક લાખ કરોડ ને વટાવી ચુકી છે

જીએસટી હેઠળ કરદાતાઓને તમામ સુવિધાઓ જેમકે રજીસ્ટ્રેશન વેરાનું ચુકવણું, રિટર્ન ફાઇલિંગ, રિફંડ વગેરે સેવાઓ ઓનલાઈન તેમજ ફેસલેશ પદ્ધતિ થી પૂરી પાડવામાં આવે છે કરદાતાઓ જીએસટી કાયદા હેઠળ સરળતાથી કોમ્પલાઇસન્સ કરી શકે તે માટે રાજ્યમાં રાજ્ય વેરા વિભાગ સતત પ્રયત્નો સીલ છે ગુજરાતના કર દત્તાઓની શિસ્તપ્રિયતા અને જાગૃતતા ના પરિણામ સ્વરૂપે રિટર્ન કોમ્પોયન્સમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને, આંતરરાષ્ટ્રીય ઇવે બિલ જનરેશનમાં પ્રથમ સ્થાને અને કુલ ઇવે બિલ જનરેશનમાં બીજા સ્થાને પહોંચ્યું છે

રાજ્યમાં સતત જીએસટી વિભાગ અને વેટ વિભાગ દ્રારા ધંધાર્થીઓમાં જાગૃતિ આવે અને નવા નવા કાયદા અને માર્ગદર્શિકા મળી રહે તે માટે યોજનાઓ બહાર પડતા હોઈ છે આ સાથે ગયા વર્ષની સરખામણી એ જોવા જઈ તો ગયા વર્ષ કરતા આ વર્ષે જીએસટી અને વેટ માં 20% નો વધારો જોવા મળી રહ્યો છે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

16,367FansLike
10FollowersFollow
1,000SubscribersSubscribe

TRENDING NOW