મોરબી જિલ્લામાં સતત વધી રહેલા કોરોનાનાં કેસ વચ્ચે શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા 1012 લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 34 દર્દી પોઝિટિવ આવ્યા છે.આ 34 દર્દીમાં મોરબી શહેરના 5 અને ગ્રામ્યમાં11 કેસ નોંધાયા હતા.તો હળવદ તાલુકાના 12 કેસ નોંધાયા હતા.આ ઉપરાંત ટંકારામાં3 અને માળીયામાં એક કેસ સામે આવ્યો છે. બીજી તરફ જીલ્લામાં 23દર્દી સ્વાથ્ય થયા હતા આં 23 દર્દીમાં મોરબીના21 જ્યારે વાંકાનેર અને માળિયાના1-1 દર્દી ડિસચાર્જ કરવામાં આવ્યા છે.જિલ્લાના શુક્રવાર સુધીમાં એક્ટિવ કેસનો આંકડો 174 પર આવી ગયો છે.
જીલ્લામાં આજ સુધીના 608614 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 11578 પોઝિટિવ કેસ જેમાંથી 11052 દર્દી સ્વસ્થ થયા છે.

