HomeGujaratમોરબીમાં મકાનમાં ધમધમતી જુગાર મહેફિલ પર પોલીસ ત્રાટકી રાજકોટ જામનગર જિલ્લાના 7...

મોરબીમાં મકાનમાં ધમધમતી જુગાર મહેફિલ પર પોલીસ ત્રાટકી રાજકોટ જામનગર જિલ્લાના 7 જુગારી ઝબ્બે

મોરબી શહેરના દલવાડી સર્કલ પર આવેલ સરદાર નગર 3 વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં રહેતા અશોક પરસોતમ સવેરા નામનો શખ્સ પોતાના મકાનમાં બહારના લોકોને બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમી મળી હતી આં બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર મહેફિલમાં ભંગ પાડયો હતો અને મકાન માલિક અશોકભાઇ પરસોતમભાઇ સવેરા,

રાજભાઇ અશોકભાઇ સવેરા રહે.મોરબી દલવાડી સર્કલ કેનાલ સામે સરદાર-૩ સોસાયટી મુળરહે.મોવૈયા તા.પડધરી,મુકેશભાઇ નાથાભાઇ વેકરીયા રહે .ધુળસીયા તા.જી.જામનગર , સંજયભાઇ બાબુભા દોંગા રહે.કાલાવડ પટેલનગર જુનાગઢ જામનગર હાઇવે પર જી.જામનગર,પીન્ટુભાઇ ધનજીભાઇ રતનપરા, રહે.મોરબી ઉમા રેસીડેન્સી-૨ દલવાડી સર્કલ, આકાશભાઇ રમશુભાઇ ખરાડી રહે.મોરબી દલવાડીસર્કલ પાસે ઝુપડામા કલ્પેશભાઇ પ્રવીણભાઇ સાંઇજા રહે.સરધાર શાંતીનગર તા.જી.રાજકોટ વાળાને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ 1,64000 રોકડા તેમજ જુગાર સાહિત્ય સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો.બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW