HomeGujaratવાંકાનેરમાં PGVCLના કોન્ટ્રાકટરે ટી.સી. ચોરી બારોબાર વેચી નાખતા પોલીસ ફરિયાદ

વાંકાનેરમાં PGVCLના કોન્ટ્રાકટરે ટી.સી. ચોરી બારોબાર વેચી નાખતા પોલીસ ફરિયાદ

વાંકાનેર શહેરમાં પીજીવીસીએલે નિલેસ કોન્ટ્રાકટર નામની ખાનગી એજન્સીને ટ્રાન્સફોર્મર ઉભા કરવાનો કોન્ટ્રાકટ આવ્યો હતો અને આ એજન્સી દ્વારા પીજીવીસીએલના સ્ટોરમાંથી માંગણી મુજબ જરૂરી મંજુરી બાદ અલગ અલગ વિસ્તારમાં ટી.સી ઉભા કરે છે. આ એજન્સીના માલિક અલ્પેશ જે મેર દ્વારા વાંકાનેર તાલુકાના પાજ ગામમાં માથુકીયા મહમદ અલાવદી દ્વારા કરવવામાં આવેલ અરજી મુજબ માત્ર એક ટ્રાન્સફોર્મર લગાવવાનું હતું જોકે એજન્સીના માલિક અલ્પેશ મેર દ્વારા પીજીવીસીએલ સાથે છળ કપ્ત કરી એક જ સર્વિસ રીક્વેસ્ટ નંબર પર 2 ટ્રાન્સફોરમર કાઢી એક બારોબાર વેચી નાખ્યું હતું આ અંગે સમગ્ર ભાંડો ફૂટતા પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેર દ્વારા કોન્ટ્રાકટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવી હતી

બનાવની મળતી માહિત મુજબ ગત 5 જાન્યુઆરી ના રોજ સુરેન્દ્રનગર પીજીવીસીએલ ના અધિક્ષક ઈજનેર દ્વારા વાંકાનેર સબ ડીવીઝનના ઈજનેર પરેશભાઈ ધુલિયાને જાણ કરી હતી કે સુરેન્દ્રનગર જિલ્લાના રાજ સીતાપુર તાબામાં આવતા ભારદ ગામમાં વીજ ચોરી પકડાઈ હતી જેમાં વાંકાનેર સબ ડીવીઝન નું 988 સીરીયલનું ટીસી મળી આવ્યું છે જે અંગે તપાસ કરવા જણાવ્યું હતું જે અંગે વાંકાનેર પીજીવીસીએલ દ્વારા આ અંગે તપાસ કરતા સામે આવ્યું હતું કે કોન્ટ્રકટર અલ્પેશ મેર દ્વારા તા 26-08-21ના રોજ વાંકાનેર તાલુકાના પાજ ગામમાં અરજદાર માથુકીયા મહમદ અલાવદી એસ.આર.(સર્વિસ રીક્વેસ્ટ નંબર) ૧૩૫૬૫૧૮૨ રે.પાજ તા.વાંકાનેર વાળાને કનેક્શન આપવા માટે ૬૩ કે.વી.એ. નું ટ્રાન્સફોર્મર ઉભુ કરવા સારૂ સર્વિસ રીક્વેસ્ટ નંબર ૧૩૫૬૫૧૮૨ થી ટ્રાન્સફોર્મર સીરીયલ નંબર ૮૮૫૬ વાળુ મેળવ્યા બાદ આ જ સર્વિસ રીક્વેસ્ટ નંબર ૧૩૫૬૫૧૮૨ થી ટ્રાન્સફોર્મર સીરીયલ નંબર ૯૮૮ વાળુ ૬૩ કે.વી.એ.નું. કી.રૂ.૧,૦૧,૨૯૫/- નું એક જ એસ.આર. નંબરથી છળકપટથી સ્ટોર રૂમમાંથી બે ટ્રાન્સફોર્મર મેળવી સીરીયલ નંબર ૯૮૮ વાળુ વેચી દઇ પી.જી.વી.સી.એલ. સાથે છેતરીપીંડી, વિશ્વાસઘાત કર્યો હતો બનાવ અંગેવાંકાનેર પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW