Thursday, May 16, 2024
HomeGujaratCentral GujaratજેલમાંLCB,SOG નિયમિત રીતે ચેકિંગ કરી રહી છે તો શા માટે ગૃહ મંત્રીએ...

જેલમાંLCB,SOG નિયમિત રીતે ચેકિંગ કરી રહી છે તો શા માટે ગૃહ મંત્રીએ ચેકિંગના આદેશ આપ્યા

શુક્રવાર નાં રોજ ગાંધીનગર ખાતે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી,DGP વિકાસ સહાય તેમજ અન્ય પોલીસ વિભાગનાં અધિકારીઓ ની ઉચ્ચ પોલીસ હાઈ લેવલની બેઠક યોજાઈ હતી. બે કલાકથી વધુ સમય સુધી બેઠ બાદ તુરંત જ રાજ્યના તમામ મહાનગર અને સંવેદનશિલ જિલ્લામાં આવેલ જેલોમાં ઓચિંતા ચેકીંગનો આદેશ આપવામાં આવ્યો હતો

રાજ્યની જેલમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગેની આ બેઠકમાં લગભગ અઢી કલાક સુધી ચર્ચાઓ કરવામાં આવી હતી ચર્ચા બાદ તમામ ચેલો ની અંદર સર્ચ ઓપરેશનના આદેશ છૂટ્યા જેમાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, જુનાગઢ સહિત અનેક જેલો ની અંદર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

સામાન્ય રીતે તો જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ અવારનવાર મળતી આવે છે નિયમિત રૂપે એલસીબી એસઓજી સહિત ઉચ્ચ અધિકારીઓ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરતા હોય છે. જેલમાં નિયમો અનુસાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે એલસીબી એસઓજી ગમે ત્યારે ચેકિંગ કરી શકે છે પરંતુ સવાલ અહીં એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે દરેક જેલની અંદર આ રીતનું નિયમિત ચેકિંગ કરવામાં આવે છે તો શા માટે પ્રતિબંધિત વસ્તુઓ અવારનવાર મળતી આવી રહી છે

બીજી તરફ વાત કરીએ તો નિયમ મુજબ એલસીબી એસઓજીને જેલ વિઝીટ અને ચેકિંગ નિયમો બનાવવામાં આવ્યા છે આ નિયમ હોવા છતાં શા માટે આજે ઓચિંતા જ રાજ્યના ગૃહ મંત્રી હર સંઘવી દ્વારા હાઈલ લેવલની બેઠક યોજી અને રાજ્યની જેલોની અંદર એકી સાથે દરોડા પાળવાના આદેશ આપવામાં આવ્યા અથવા તો નિયમિત વિઝીટ અને ચેકિંગ ના નિયમ હોવા છતાં શા માટે પોલીસ પ્રશાસન ગૃહરાજ્યમંત્રીના આદેશની રાહ જોઈને બેઠું હતું આ સવાલ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે

ખરેખર ગૃહરાજ્યમંત્રીના આદેશથી હાલ રાજ્યભરની જેલોમાં જે તરવડા ચાલી રહ્યા છે એ એમની સફળતા કે જસ ખાટવા જેવી કામગીરી નહીં પરંતુ નિષ્ફળતા છે કે એમનું જેલ અને પોલીસ તંત્ર એ કામગીરી સરખી રીતે પૂરું નથી પાડી રહ્યું. જે ફરજ છે તે ફરજ ક્યાંક ને ક્યાંક આ એજન્સીઓ પૂરી નથી કરી રહી જે ન્યાયમાં વલીમાં લખેલું છે તે નિયમ મુજબ આ એજન્સીઓ પોતાની કામગીરીથી ક્યાંક ને ક્યાંક નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે તે આ આજના દરોડા દર્શાવી રહ્યું છે

ગૃહ રાજ્ય મંત્રીના તાબામાં રહેલું તંત્ર કઈ હદે સ્થિર અને અસક્ષમ છે કે એની નિયમિત ફરજમાં આવતી કામગીરી કરવા માટે પણ ખુદ ગૃહ મંત્રીએ સરપ્રાઈઝ વિઝીટ અને મિટિંગો કરવાના નાટક કરવા પડે છે ગૃહ મંત્રી એ આજના ઘટનાક્રમ અને એ સંદર્ભ થઈ રહેલી વા વાય થી પોરશાવાનો બદલે એમના તંત્રો આટલા બેદરકાર કેમ છે એ મુદ્દે આત્મમંથન પણ કરવું એટલું જ જરૂરી છે કારણ કે સાહેબ આ એ જ એજન્સીઓ છે જેમને જેલની રૂટિન ચેકિંગ કરવાની જવાબદારી છે તો શું આ એજન્સીઓ દ્વારા જે ચેકિંગ કરવામાં આવે છે તેમાં કેમ કશું મળતું નથી અને જ્યારે રાજ્ય વ્યક્તિ દરોડા પાડવાની તમારા તંત્રની અંદર જરૂર પડી રહી છે સાહેબ અહીં સૌથી મોટો સવાલ તો એ થઈ રહ્યો છે કે જો તમારી જેલોમાં ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા તપાસ થતી હતી તો એમના દ્વારા એવી તે કેવી ચૂક રહી ગઈ કે આજે આવડું મોટું અભિયાન ચલાવવું પડ્યું શું આપણી એજન્સીઓ એટલી અસક્ષમ છે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,957FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW