Wednesday, May 15, 2024
HomeNationalકોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્ય પદ થયું રદ, સુરત કોર્ટે...

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્ય પદ થયું રદ, સુરત કોર્ટે માનહાની કેસમાં દોષિત જાહેર કરતા લેવાયો નિર્ણય

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને આજે લોકસભા સેક્રેટરી દ્વારા ભારતના બંધારણના આર્તેટીકલ 102 (1)(E) તેમજ રીપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951 સેક્સન 8 અંતર્ગત લોક સભાના સભ્યપદેથી ડીસ્ક્વોલીફાઈડ જાહેર કર્યા હતા. રાહુલ ગાંધીને ગઈકાલે સુરતની કોર્ટ દ્વારા મોદી સરનેમ પર ટીપ્પણી કરવાના કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા હતા અને બે વર્ષની કેદની સજા ફટકારી હતી જોકે રાહુલ ગાંધી દ્વારા આ નિર્ણયને ઉપલી કોર્ટમાં પડકારતા તેમને જામીન આપવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી 2019માં કેરલની વાયનાડ બેઠક પર ચુંટણી લડ્યા હતા અને ત્યાંથી 4.31 લાખની લીડથી વિજેતા બન્યા હતા

રાહુલ ગાંધીને સુરત કોર્ટે દોષિત ઠેરવ્યા તે કેસ શું હતો?
2019 ની લોક સભા ચુંટણી સમયે કર્ણાટકના કોલાર ગામમાં 13 એપ્રિલ 2019ના દિવસે સાંસદ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણીસભામાં કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ કોમન છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં તેમના વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં સુનાવણીઓ થઈ અને ગુરુવારે સુરતની અદાલતે માનહાનિ કેસમાં ચુકાદો આપ્યો હતો. રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહ્યા હતા. સુરતની અદાલતે આજે ચુકાદો આપતાં માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. કલમ 499 અને 500 મુજબ તેમને બે વર્ષની સજા સંભળાવાઈ હતી અને પંદર હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીના વકીલે રાહુલ વતી આ કેસમાં જામીન માગતાં અદાલતે એ મંજૂર કર્યા હતા. રાહુલ ગાંધી સુરત કોર્ટમાંથી નીકળીને સર્કિટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં દક્ષિણ ગુજરાતના કોંગ્રેસી આગેવાનો સાથે ચર્ચા કરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,963FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW