HomeGujaratમોરબીની પાણી પુરવઠા કચેરીમાં ચોરીના ગુનામાં ફરાર 3 શખ્સ ઝડપાયા

મોરબીની પાણી પુરવઠા કચેરીમાં ચોરીના ગુનામાં ફરાર 3 શખ્સ ઝડપાયા

મોરબીનાં તાલુકાના સાદુળકા ગામની હદમાં આવેલ પાણી પુરવઠા વિભાગના સ્ટોર રૂમમાં તસ્કરો ત્રાટક્યા હતા અને પાણીની મોટરો કેબલ સહિતનો સમાન ચોરી થયો હતો જે. અંગેની પોલીસ ફરીયદ નોધાયા બાદ પોલીસે આ ગુનામાં અગાઉ ૫ આરોપી ચોરાયેલા મુદ્દામાલ સાથે ઝડપાયા હતા આરોપીઓની પૂછરછમાં અન્ય કેટલાક શખ્સના પણ નામ ખુલ્યા હતા જેની પોલીસ તપાસ કરી રહી હતી.આ પૈકી ત્રણ આરોપીને પોલીસે ઝડપી લીધા હતા.અને તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં પાણી પુરવાડા વિભાગના સ્ટોર રૂમમાં મોલ ચોરી અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ થયેલ હોય અને ગુનાના કામે અગાઉ 5 આરોપીઓની અટક કરવામાં આવી હતી જ્યારે અન્ય 4 આરોપીઓ નાસતા ફરતા હોય મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને બાતમી મળેલ કે ત્રણ આરોપીઓ મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાં ભરત ફાર્મ પાસે છે.જેને પગલે ટીમે ત્યાં જઈને પ્રેમજીભાઇ હરજીભાઇ ચૌહાણ રહે. કૈલાશનગર-કચ્છ, શરદ ભરતભાઇ સુરાણી રહે. અંજાર અને કિશનભાઇ રાજુભાઇ મકવાણા રહે. અંજારવાળાની ધરપકડ કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW