અમદાવાદથી લગ્ન પ્રસંગ પૂરો કરી પરત ફરતા મહેમાન ભરેલી બસ મોરબી પરત ફરી રહી હતી તે વખતે ચરાડવા પાસે આવેલ ખેતલા આપા ચા સ્ટોલ પાસે મહેમાન ચા પીવા ઉતર્યા હતા તે દરમિયાન કેટલાક શખ્સ ગાળો બોલતા હોય જેથી ભાણજીભાઈ વરવાભાઈ ભરવાડે આ શખ્સોએ કહેલ કે બસમાં મહિલા અને બાળકો બેઠા હોય ગાળો ન બોલો આવું કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને બીજા કેટલાક શખ્સોને બોલાવી ગાળા ગાડી કરી હતી જે બાદ તેઓએ બસનો પીછો કરી ત્યાં પણ ધાક ધમકી આપવા લાગ્યા હતા આ બાબતે ભાણજીભાઈએ સદામ ગુલમહમદભાઈ,ઇમરાન ગગાભાઈ સહીત 7 શખ્સો વિરુધ્દ ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે હળવદ પોલીસે આરોપીઓ વિરુદ્દ્ધ રાયોટીંગ ધાક ધમકી સહિતની અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી જે બાદ મોરબી એલસીબી એસઓજી સહીત ની ટીમ દ્વારા આરોપીઓની શોધખોળ કરી હતી અને સદામ ગુલમહમદભાઈ ભટ્ટી,ઇમરાન ગગાભાઈ જામ,યાસીન હારુન જામ,વિજય પરસોતમ સોલંકી ,વિજય વશરામ બજાણીયા,અલ્તાફ ફિરોજ ભટ્ટી,જાવેદ નિઝામ ભટ્ટી,સહિતના આરોપીઓને ઝડપી લીધા અને તેમના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

