મોરબી તાલુકાના રવાપર ગામમાં રહેતા હંસાબેન મેઘજીભાઇ ચાવડા નામની મહિલાનાં પુત્ર રાહુલભાઇ પાસે ત્રણ મહિના પહેલા દિનેશ ગોવિંદ સાગઠીયાએ રૂપીયાની માગણી કરી હતી રાહુલ રૂપિયા ન આપતા આરોપી દિનેશ ગોવિંદ સાગઠીયા તેના બે પુત્રો મહેશ ગોવિંદ અને કિશોર ગોવિંદ સાગઠીયા, તેમજ તેમના જમાઈ પારસ ઉર્ફે સુલતાન વગેરેએ મહિલા તેમજ તેમના પરિવાર પર હુમલો કરી તેઓને ઇજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં તેઓની હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા બનાવઅંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

