HomeGujaratવાંકાનેર સોશ્યલ મીડિયામાં હથીયાર સાથે ફોટો મુકી શેખી મારતા યુવાન વિરૂદ્ઘ નોધાયો...

વાંકાનેર સોશ્યલ મીડિયામાં હથીયાર સાથે ફોટો મુકી શેખી મારતા યુવાન વિરૂદ્ઘ નોધાયો ગુન્હો

આજના સોશ્યલ મીડિયામાં જમાનામાં યુવાનોને રીલ્સ બનાવવા અને લાઈક મેળવવા અને ફોલોઅર વધારવાનું કઈક વધારે જ ચાનક ચઢ્યું હોય તેમ સ્થિતિ બની ગઈ છે આ માટે ક્યારેક તેઓ અશ્લીલ ફોટોગ્રાફી કે વિડીયો મુકે છે તો કેટલાક પોતાના વાલીઓની લાયસન્સ વાળી ગન કે હથીયારના ફોટો મૂકી પોતાની ધાક બેસાડવાના પ્રયાસ કરતા હોય છે જોકે આવી રીલ્સ તેને પોલીસ સ્ટેશનની હવા પણ ખવડાવી હોય તેવી અનેક ઘટના બની છે ત્યારે આવો જ કિસ્સો વાંકાનેરમાં સામે આવ્યો છે જેમાં વાંકાનેર તાલુકાના એક ગામમાં રહેતા રાકેશ પાનાંભાઈ ડાભી નામના યુવાને તેના ઈન્સ્ટાગ્રામ આઈડી પર બાર બોર બંધુક સાથે અલગ અલગ વિડીયો બનાવી વાયરલ કર્યા હતા આ અંગે વિગત સામે આવતા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ હરકતમાં આવી હતી અને આરોપી યુવકની તલાસ શરુ કરી હતી જેમાં યુવક રાકેશને ઝડપી તપાસ હાથ ધરી હતી જેમાં આરોપી પાસે હથીયારનું લાયસન્સ ન હોય અને આ બન્ને બંધુક લાલભાઈ રૈયાભાઈ ડાભી અને સુરેશ રૈયાભાઈ ડાભીની હોવાનું અને તેનું લાયસન્સ બન્ને શખ્સ ના નામનું હોવાનું સામે આવતા આ અંગે મોરબી એસઓજીની ટીમે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં એક શખ્સ વિરુદ્ધ આર્મ્સ એક્ટનો ગુન્હો નોધાયો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW