HomeGujaratશારીરિક પડકારોને તાકાત બનાવી ડે.ડીડીઓ સુધીની સફર પૂર્ણ કરનાર ઇલાબેન ગોહિલ...

શારીરિક પડકારોને તાકાત બનાવી ડે.ડીડીઓ સુધીની સફર પૂર્ણ કરનાર ઇલાબેન ગોહિલ બન્યા પ્રેરણા મૂર્તિ

મોરબી જિલ્લા પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ માત્ર મહિલાઓ જ નહી.આજના સમયમાં પોતાની પાસે સગવડતા ન હોવાનું કે સુવિધા ન હોવાનુ કારણ આપી નાની બાબતોમાં નાસીપાસ થઈ જતાં વિદ્યાર્થીઓ અને યુવાનો માટે પણ પ્રેરણા મૂર્તિ સમાન છે. મોરબી જિલ્લા પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા ઇલાબેન ગોહિલ 60 ટકા દિવ્યાંગ છે. તેમના બંને પગ તો બિલકુલ કામ ન કરતા નથી સતત તેમને વ્હીલ ચેરની મદદની જરૂર પડે છે,પણ એમનામાં હિંમત,સાહસ અને કંઈક કરી છૂટવાની ભાવના ઉન્નત હોવાથી,અનેક મુશ્કેલીઓ વચ્ચે અનેક સમસ્યાઓનો સામનો કરીને કલાસ-2 ની કઠિન પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકેની ફરજ પુરી નિષ્ઠા,લગન અને કુનેહપૂર્વક બજાવી રહ્યા છે.તેઓ એક મહિલા છે અને દિવ્યાંગ છે છતાં નીડરતા પૂર્વક કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર મક્કમતાથી પોતાનું કાર્ય કરી રહ્યા છે, તેઓ નાળિયેરની જેમ બહારથી ભલે કઠણ કે કડક દેખાતા હોય પણ અંદરથી એટલા જ નરમ અને ઋજુ છે એનો વાસ્તવિક ઉદાહરણ એ છે કે નૂતન વર્ષના પ્રથમ દિવસે તેઓ જિલ્લા પંચાયતના તમામ પટ્ટાવાળાને મીઠાઈના બોક્સ આપીને નુતનવર્ષની પ્રેરણાદાયી ઉજવણી કરે છે,અને એમની પાસે આવતા અરજદારોને શક્ય એટલી તમામ રીતે મદદરૂપ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે રહેતા સામાન્ય કાપડના વ્યવસાયે દુકાનદાર એવા પિતા ગુણવંતરાય પ્રભુદાસ ગોહિલ અને માતા દિનાબેનના ઘરે તા.24.05.1979 ના રોજ ઈલાબેનનો જન્મ થયો હતો. અંદાજે દોઢ વર્ષની ઉંમરે આ દીકરીને તાવ આવ્યા બાદ પોલિયો થયો હતો જેમાં એમનું શરીર 60% ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. સુદામડા ગામની શાળામાં ધો-10 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો.તેઓ નાના હતા ત્યારે પાડોશીઓ કટાક્ષમાં કહેતા કે જે પગે ચાલી પણ નથી શકતી એને ભણાવીને શું ફાયદો?એ શું ભણવાની? પણ જવાબમાં એમના માતા-પિતા કહેતા કે અમારે અમારી દિકરીને ભણાવી ગણાવી મોટી સાહેબ બનાવવી છે.ઈલાબેન પોતા માતા પિતાનું સ્વપ્ન સાકાર કરવા અનેક અગવડો વેઠીને અભ્યાસમાં પૂરતું ધ્યાન આપતા હતા.બીએસસીનો અભ્યાસ પૂર્ણ કરી તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી,બીએ વિથ સંસ્કૃત વિષય સાથે એક્સ્ટર્નલ કરતા કરતા તલાટીની પરીક્ષા પાસ કરી સાયલા તાલુકામાં જ તલાટી તરીકે નિમણુંક મેળવી સાથે સાથે ગુજરાત પબ્લીક સર્વિસ કમિશનની પરીક્ષા તૈયારી શરૂ રાખી અને વર્ષ 2009 માં તેઓ ઉત્તીર્ણ થતા ચીફ ઓફિસર તરીકે બરવાળા અને ગાંધીનગર ફરજ બજાવી,વર્ષ 2011 થી 2015 સુધી ગ્રામ વિકાસ કમિશ્નર કચેરીમાં ફરજ નિભાવી હતી. વર્ષ 2015 માં તાલુકા વિકાસ અધિકારી તરીકે GPSC પાસ કરી ગાંધીનગર અને ગઢડા સ્વામી તાલુકાના વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી હતી. તેઓએ અમદાવાદ ખાતે સ્પર્ધાત્મક પરિક્ષાના કોચિંગ કલાસ દ્વારા તૈયારી કરી હતી અને વર્ષ:- 2017 માં ઈલાબેનની નિષ્ઠાપૂર્વકની કામગીરી કદર કરતા સરકાર દ્વારા GAS માં પ્રમોશન સાથે ગીર સોમનાથ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણુંક મળતા દિકરીને મોટા અધિકારી બનાવવાનું માતા દિનાબેન અને પિતા ગુણવંતરાયનું સપનું દિકરી ઈલાએ સાકાર કર્યું આજે તેઓ મોરબી નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કર્મને જ ધર્મ માની ફરજ બજાવી રહ્યા છે.પોતાનો અધિકારી તરીકેનો રોલ ખુબજ ખંતથી બજાવી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW