વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર છેલ્લા 24 કલાકથી રાજ્યભરમાં જોવા મળી રહી છે કેટલાય જીલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો તો ક્યાંક કરા પડવાની ઘટના પણ સર્જાઈ છે તો નવસારી જીલ્લામાં ભારે પવન ફ્કાતા મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો
આ વેસ્ટર્નડીસ્ટર્બન્સની અસરથી મોરબી જીલ્લો પણ બાકાત રહી શક્યો નથી બે દિવસ થી વાદળ છાયા વાતાવરણ વચ્ચે સોમવારે વાતાવરણ પલટો આવ્યો છે અને ટંકારા પંથકના જબલપુરમાં વરસાદ પડ્યો હતો તો ટંકારાના નસીતપર ગામમાં છુટા છવાયા કરા પડ્યા હતા . અને શેરીઓમાં પાણી ફરી વળ્યા હતા તો બપોર બાદ મોરબી શહેરમાં અચાનક વાદળ આવી ચઢ્યા હતા અને શહેરમાં કમોસમી છાટા પડ્યા હતા અડધી કલાક કમોસમી છાટા પડતા રસ્તા ભીંજાયા હતા તો દિવસ દરમિયાન વાતાવરણમાં ગરમ ફૂકાયા બાદ વરસાદ થતા ગરમીથી થોડી રાહત મળી હતી
બીજી તરફ અચાનક પડેલ વરસાદથી ઉભા પાકને અસર થવાની સંભાવના ઉભી થઈ છે જેના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોટયા છે


