Thursday, November 30, 2023
HomeCrimeનકલી દસ્તાવેજથી બોગસ પેઢી ઉભી કરી મોરબીના વેપારી સાથે છેતરીપીંડી કરતી પંજાબની...

નકલી દસ્તાવેજથી બોગસ પેઢી ઉભી કરી મોરબીના વેપારી સાથે છેતરીપીંડી કરતી પંજાબની ગેંગનો ભાંડો ફૂટ્યો 2 ઝડપાયા

Advertisement
Advertisement

મોરબીના શાર્પ કોર્પોરેશન નામથી કેમિકલ રો મટીરીયલ અને ટાઈલ્સનો વેપાર કરતા સાગર પ્રાણજીવન ભાડજા નામના વેપારીને ઈ મેઈલથી પેસીફીસાઈન નેચરલ નટસ નામની વિદેશી કંપનીમાં રોકાણ કરાવી તગડો નફો કરાવવાની લાલચ આપી અલગ અલગ સમયે શર્મા એન્ટર પ્રાઈઝ નામની બોગસ પેઢીના બેએક કરતા વધારે બેંક ખાતામાં રૂ 29,58,625 જેટલી રકમ પડાવી લીધી હતી બાદમાં જે બાદ તેમને નફાતો દુર રોકેલી રકમ પરત ન મળતા તેમણે તપાસ કરતા તેમની સાથે છેતરપીંડી થયાની જાણ થઇ હતી જે બાદ તેઓએ મોરબી સાયબર ક્રાઈમઅંગે અરજી કરી હતી જે અરજી આધારે એ ડીવીઝન પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોધિ તપાસ હાથ ધરી હતી

આ અંગે મોરબી એલસીબીની ટીમે તપાસ શરુ કરી હતી અને ટેકનીકલ સર્વેલન્સની મદદ થી આં છેતરપીંડી કરતી ગેંગ સુધી પહોચ્વતા તજવીજ હાથ ધરી હતી અને ઈમેઈલ આઇડી બેંક ખાતા નંબર તેની બ્રાંચ સરનામું મોબાઈલ નબર સહિતની જે પણ માહિતી ઉપલબ્ધ હતી તેનાથી ઝીણવટ પૂર્વક તપાસ હાથ ધરી હતી

આ શર્મા એન્ટરપ્રાઈઝની NCCRP પોર્ટલ પર તપાસ કરતા ચોકાવનારી માહિતી સામે આવી હતી આ પેઢી વિરુદ્ધ અનેક અરજી પેન્ડીગ હોવાનું સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી ટેકનીકલ ટીમ પાસેથી મળેલી માહિતી આધારે એક ટીમને પંજાબ રવાના કરી હતી અને પંજાબ ના લુધિયાણામાં સ્થાનિક પોલીસની મદદથી શર્મા એન્ટરપ્રાઈઝની કુંડળી કાઢી હતી અને અમાન ઉલ્લામિયા નામની વ્યક્તિએ પોતાની નામ રામદેવ શર્મા જયારે મહમદ ફિરદોશ દ્વારા રમેશ કુમાર નામના ખોટા નામ ધારણ કરી નકલી આધાર કાર્ડ બનાવી શર્મા એન્ટરપ્રાઈઝ નામની બોગસ પેઢી બનાવી હતી અને આ રીતે ઈમેઈલથી લોકો સાથે ઠગાઈ કરતા હતા અને છેતરપીંડી કર્યા બાદ ખાતામાંથી રૂપિયા ઉપાડી લઇ દિલ્હીની અનિતા વિજયકુમાંરને મોકલી આપતા હતા

પોલીસે આરોપી અમાન ઉલ્લામિયા ઉર્ફે રામદેવશર્મા અસગર અલી અબ્દુલ હક્ક અંસારી તેમજ મહમદ ફિરદોશ ઉર્ફે રમેશ કુમાર મહમદ ઈસ્માઈલરાજ મહમદ શેખને ઝડપી લીધા હતા બન્ને પૂછપરછ કરતા અનીતા વિજય કુમારી અને ઓસાસ નામની નાઈઝીરીયન વ્યક્તિના નામ ખુલ્ય હતા પોલીસે હાલ અમાન ઉલ્લામિયા અને મહમદ ફિરદોશની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

પકડાયેલ મુદામાલ

પોલીસે આરોપી પાસેથી 8 મોબાઈલ,86 ડેબીટ અને એટીએમ કાર્ડ 2 ટ્રાવેલિંગ કાર્ડ, 22 અલગ અલગ બેંકની પાસબુક, 40 અલગ અલગ બેંકની ચેક બુક,15 નકલી આધાર અને પાન કાર્ડ, મકાન ભાડા કરાર જપ્ત કર્યો હતો

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

16,367FansLike
10FollowersFollow
1,000SubscribersSubscribe

TRENDING NOW