HomeGujaratમોરબીના બગથળા ગામે થોડા દિવસ પહેલા ટ્રોલીની ચોરી કરનાર ચોર ઝડપાયો

મોરબીના બગથળા ગામે થોડા દિવસ પહેલા ટ્રોલીની ચોરી કરનાર ચોર ઝડપાયો

મોરબીના બગથળા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા જયંતીલાલ બાલુભાઈ બોપલિયાએ તેની માલિકીની જીજે 03 ટી ૬૬૩૫ નંબરની ટ્રેક્ટર ટ્રોલી ગામના પારેવડી ચોક વિસ્તાર પાર્ક કર્યું હતું જ્યાંથી કોઈ અજાણી વ્યક્તિ કોઈ વાહન સાથે બાંધી ચોરી કરી લઇ ગયો હતો. જયંતિભાઈને ટ્રેક્ટર ટ્રોલી ચોરી થયાની જાણ થતા તેઓએ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોધાવી હતી,

બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી

ટ્રેક્ટર ટ્રોલીની ઘટના બગથળા ગામ નજીક એક ફેક્ટરીના સીસીટીવી કેમેરા પણ કેદ થઇ ગઈ હતી જેમાં કોઈ શખ્સ ટ્રોલી ટ્રેક્ટર સાથે બાંધી લઈ જતા ઝડપાઈ ગયો હતો. એ દરમિયાન મોરબી તાલુકા પોલીસના પોલીસકર્મી ભગીરથભાઈ દાદુભાઇ લોખીલને ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના હરીપરપાળ ગામમાં રહેતા આરોપી મુકેશ બાબુભાઈ કોળીએ આ ટ્રોલીની ચોરી કરી છે. જેને પગલે પોલીસકર્મીઓએ હરીપરપાળ ગામ ખાતે દરોડા પાડ્યા હતા.

જ્યાં આરોપી મુકેશ બાબુભાઈ પરમાર મળી આવ્યો હતો. પોલીસની સઘન પૂછપરછમાં આરોપીએ પોલીસને કબુલાત આપી હતી કે તેણે જ ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી કરી હતી. જેથી પોલીસે આરોપી મુકેશ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી અને ચોરાઈ ગયેલી રૂપિયા ૩૦ હજારની ટ્રોલી GJ-0૩- ટી -૬૬૩૫ તથા ટ્રોલી લઈ જવામાં ઉપયોગમાં લેવાયેલ રૂ.૩,૦૦,૦૦૦ની કિમતનું લાલ રંગનું મહિન્દ્રા કંપનીનું ટ્રેક્ટર જીજે-૧૦-કે-૨૬૧૧ મળી કુલ રૂપિયા ૩,૩૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW