મોરબીમાં ગઈ કાલે કાળા કલરની સ્કોર્પિયો કારમાં યુવતીઓનું અપહરણ થયાની ફરિયાદ નોધાવી હોવાથી મોરબી જીલ્લાની અલગ અલગ પોલીસ મથકની ટીમ દ્વારા બેરીકેડ રાખી નાકાબંધી કરી હતી દરમિયાન માળિયા પોલીસ મથક વિસ્તારમાં પણ પોલીસ ટીમ નાકાબંધી કરી રહી હતી તે દરમીયાન બાતમી આધારે ઓનેસ્ટ હોટેલ પાસે નાકાબંધી કરી રહી હતી તે વખતે આવી જ એક કાળા રંગની સ્કોર્પિયો કાર ત્યાંથી નીકળી હતી જેથી હાજર પોલીસ જવાનોએ કારને રોકવા ઈશારો કર્યો હતો જોકે કાર ચાલકે કાર રોકવાના બદલે પુર ઝડપે ચલાવી બેરીકેટ તોડી ભાગી જવા પ્રયાસ કર્યો હતો અને ત્યાંથી હાઈવે પર કચ્છ વાળા રસ્તે નીકળી ગયા હતા જેથી પોલીસે આગળ ટોલ નાકા પાસે રસ્તો બ્લોક કરાવી અહીંથી પીસીઆર વાહનથી પીછો કર્યો હતો જે બાદ ટોલનાકા પાસે જામ જોઈ પોતાની જીજે 38 બી 7080 નંબરની આ સ્કોર્પિયો કારના ચાલકે કારને પોલીસની જીજે 36 G 0251 નંબરની પીસીઆર વાહન સાથે અથડાવી હતી પીસીઆરના જવાનોને ગંભીર ઈજા પહોચાડવા પ્રયાસ કર્યો હતો બનાવ બાદ પોલીસે સ્કોર્પિયો કારના ચાલક જીતેન્દ્રદાન જુગતદાન ગઢવીને ઝડપી લીધો હતો અને તેના વિરુધ્દ 279 308 186 અને મોટર વિહ્ક્લ કલમ 177,184 મુજબ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

