HomeGujaratમોરબીમાં નિશાચરનો હાથ ફેરો બંધ ફલેટમાંથી દાગીના સહિત રૂ1.70લાખનો મુદ્દામાલ સાફ

મોરબીમાં નિશાચરનો હાથ ફેરો બંધ ફલેટમાંથી દાગીના સહિત રૂ1.70લાખનો મુદ્દામાલ સાફ

મોરબી જિલ્લામાં પોલીસ ભલે સબ સલામતના દાવા કરતી હોય પરંતુ હકીકતમાં ચોરી લુંટ અપહરણ અને હત્યાના બનાવ સતત વધી રહ્યાં છે તે હકીકત છે.મોરબીમાં શહેર હોય કે ગામમાં ઠેર ઠેર ચોરીના બનાવો સતત વધી રહ્યાં છે ત્યારે વધુ એક બનાવ રવાપર ગામમાં નોંધાયો હતો જેમાં મોરબીના રવાપર ગામમાં આવેલ ભૂમિ પેલેસમાં રહેતા કૈલાશભાઈ પ્રાગજીભાઈ જિવાની નાં બંધ ફ્લેટમાં તસ્કરો આવી પહોંચ્યા હતા અને ફ્લેટનો પાછડ નાં દરવાજેથી અંદર ઘૂસી અને બાથરૂમ બારી તોડી અંદરના રૂમ સુધી ઘુસી ગયો હતો અને તિજોરીમાં રાખેલ રોકડ 10 હજાર તેમજ 1.60 લાખના સોનાના દાગીના સહિત 1.70લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે કૈલાશભાઈએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW