HomeGujaratમોરબી જિલ્લાના 30 પોલીસ કર્મીઓની આંતરિક બદલી

મોરબી જિલ્લાના 30 પોલીસ કર્મીઓની આંતરિક બદલી

લાંબા સમયથી જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ દ્વારા સ્વ ખર્ચે બદલી માટે અરજી કરેલી હતી જોકે આ બદલી થઈ ન હતી લાંબા સમયથી બદલીની રાહ જોતા આ પોલીસ કર્મીઓની જિલ્લા પોલીસ વડા દ્વારા આજે બદલીનો ઓર્ડરને મંજૂરીની મ્હોર મારી દીધી હતી અને ૩૦ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે બદલી થયેલ પોલીસ કર્મચારીઓમં ૧૧ પોલીસ કોન્સ્ટેબલ,૮ હેડ કોન્સ્ટેબલ,. ૧ એ એસ આઇ ,૧ એલ આરડી જવાન, ૪ મહિલા પોલીસ કોનસ્ટેબલ,૨ મહિલા હેડ કોંસ્ટેબલ,૧ મહિલા એએસઆઇ,૧ મહિલા એલ આર ડીનો સમાવેશ થયો છે પોલીસ મથક મુજબ જોઈએ તો માળિયા પોલીસ મથકના ૬ પોલીસ કર્મી, પોલીસ હેડ ક્વાર્ટર ના ૬ પોલીસ કર્મી, મોરબી એ ડિવિઝન પોલીસ મથકના ૪ પોલીસ કર્મી, વાકાનેર સિટીના ૫ પોલીસ કર્મી, ક્યું આરટી વિભાગના ૧, એસી એસટી વિભાગના૧, વાકાનેર તાલુકાના ૨ , એમ ટી વિભાગના ૨, હળવદ પોલીસ મથકના ૨ અને ટંકારાના ૧ પોલીસ કર્મી ની જિલ્લામાં આંતરિક બદલી કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW