HomeGujaratગુજરાતની આ જગ્યા એટલે ભૂકંપનો અડ્ડો, ખાલી 4 મિનિટમાં જ ત્રણ-ત્રણ આંચકા,...

ગુજરાતની આ જગ્યા એટલે ભૂકંપનો અડ્ડો, ખાલી 4 મિનિટમાં જ ત્રણ-ત્રણ આંચકા, આ પહેલાં પણ અનેક વખત આવ્યો

હાલમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે અમરેલીના મીતીયાળામાં સતત બીજા દિવસે પણ ભૂકંપના આંચકા અનુભાયા છે. જેના કારણે લોકોમાં ડરનો માહોલ છે. અમરેલીના સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં આજે સવારે 4 મિનિટમાં જ ભૂકંપના ત્રણ આંચકા આવ્યા હતા. જેમાં પહેલો આંચકો સવારે 7.51 કલાકે, બીજો આંચકો સવારે 7.53 કલાકે અને ત્રીજો આંચકો સવારે 7.55 કલાકે અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિલોમીટર દૂર નોંધાયું છે.

આજે સવારની જ વાત કરવામાં આવે તો મીતીયાળા અને ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા લાગ્યા હતા. સવારના 7.52, 7.53 અને 7.55 એમ 4 મિનિટમાં જ ભૂકંપના ત્રણ વખત આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. અહીં ગતરોજ પણ એક જ કલાકમાં ધરતીકંપના 3 આંચકાનો કિસ્સો બન્યો હતો. આ પહેલાં મીતીયાળા, સાકરપરા, ધજડી સાથે ખાંભાના ભાડ, વાંકિયામાં ભૂકંપના આંચકા લાગ્યા હતા. રિક્ટર સ્કેલ પર ત્રીજા ભૂકંપની 2.8ની તીવ્રતા પણ જોવા મળી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મીતીયાળા પંથકમાં છેલ્લા દોઢ મહિનાથી આવી રીતે સતત ભૂકંપ આવી રહ્યો છે અને ખબર નહીં હજુ કેટલીક વખત આવશે..

આ પહેલાની વાત કરીએ તો 2022માં પણ ડિસેમ્બર મહિનામાં બેથી ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમરેલીના સાવરકુંડલાના મિતીયાળા વિસ્તારમાં મંગળવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે સાડા અગિયાર વાગ્યાથી 40 મિનિટના ગાળામાં બે આંચકા અનુભવાયા હતા, જેના કારણે આંચકા અનુભવનારાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપના આંચકા આવતા જ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 20 સેકન્ડ સુધી ધરતી ધ્રૂજી. મંગળવારે પણ સાંજે 4.27 કલાકે ભૂકંપ આવ્યો હતો.

1 ડિસેમ્બરે વલસાડમાં રિક્ટર સ્કેલ પર 3.3 થી ઉપરના ધરતીકંપના બે આંચકાઓ પછી, 5 ડિસેમ્બરે કચ્છના ખાવડાથી 28 કિમી ઉત્તરમાં સ્ટેટ સેન્ટર ફોર સિસ્મોલોજી ખાતે સવારે 4.17 વાગ્યે 3.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. કચ્છમાં મુખ્ય ફોલ્ટ લાઇન છે અને તે વારંવાર ભૂકંપની સંભાવના ધરાવે છે, પરંતુ 5 ડિસેમ્બરે આવેલો ભૂકંપ જમીનથી માત્ર 5.9 કિમી નીચે હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW