HomeGujaratઅંતે ઝુલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે કર્યું કોર્ટમાં સરન્ડર, મેજીસ્ટ્રેટે જેલ...

અંતે ઝુલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે કર્યું કોર્ટમાં સરન્ડર, મેજીસ્ટ્રેટે જેલ હવાલે કરવા કર્યો આદેશ

મોરબી શહેરમાં 30 ઓક્ટોબરના રોજ દર્દનાક ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનાના ગણતરીના દિવસમાં 9 આરોપીની ધરપકડ થયા બાદ તેઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા જે બાદ વિધાનસભા ચુંટણી આવી જતા તપાસ કાર્યવાંહી એક દમ સુસ્ત થઇ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી ચુંટણી પૂર્ણ થવા તેમજ દુર્ઘટનાના ત્રણ મહિના બાદ આ કાર્યવાહી અચાનક તેજ થઇ ગઈ છે પોલીસે 90 દિવસના પીરીયડમાં ચાર્જસીટ ફાઈલ કરી દીધી હતી જે બાદ ધડાધડ કાર્યવાહી થઇ છે આરોપીઓની ચાર્જ સીટ કોપી પણ આપી દેવાઈ હતી બીજી તરફ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના દિવસથી નાસતા ફરતા 10માં આરોપી એવા ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલને પણ કોર્ટે ભાગેડુ જાહેર કરી દીધા હતા. આ પૂર્વે જયસુખ પટેલના વકિલ દ્વારા મોરબી સેસન્સ કોર્ટમાં જામીન અરજી મુકવામાં આવી હતી જેની મુદત 1 ફેબ્રુઆરી પડી હતી જોકે આ 1 ફેબ્રુઆરીએ કોર્ટ કેસનો ચુકાદો આપે તે [પહેલા આજે જયસુખ પટેલ અચાનક મોરબી ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ એમ જે ખાનની કોર્ટમાં હાજર થયા હતા.

આરોપી જયસુખ પટેલ અચાનક કોર્ટમાં હાજર થતા મેજીસ્ટ્રેટ દ્વારા સીધા તપાસ અધિકાર ડીવાયએસપી ઝાલાને પણ હાજર થવા સુચના આપતા આજે ઝાલા પણ કોર્ટમાં હાજર થયા હતા. કોર્મેટમાં હાજર થયેલ તપાસ અધિકારી ઝાલાએ આરોપીની ધરપકડ કરવા પોલીસ કસ્ટડી આપવા માંગણી કરી હતી જોકે મેજીસ્ટ્રેટ દ્વારા આરોપી જયસુખ પટેલને જેલ હવાલે કરવા આદેશ કરવામાં આવ્યો હતો અને પોલીસને આરોપીની કસ્ટડી મેળવવા કોર્ટમાં અરજી કરવા સુચના આપી હતી પોલીસે હવે આરોપીની ધરપકડ કરવા કોર્ટમાં અરજી કરવાની રહેશે કોર્ટની મંજુરી બાદ પોલીસ જયસુખ પટેલની ધરપકડ અને રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરી શકશે.

જયસુખ પટેલ કોર્ટમાં સરેન્ડર કર્યું હોવાની જાણ થતા દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકના પરિવારજનો કોર્ટમાં આવી પહોચ્યા હતા અને જયસુખ પટેલના છાજીયા લીધા હતા તેમજ કોર્ટમાં જેલ તરફ જતા જયસુખ પટેલને બહાર લાવવા પોલીસ વાહન આગળ આવી ગયા હતા જોકે પોલીસે તમામ લોકોને દુર ખસેડી જેલ હવાલે કર્યા હતા.

બીજી તરફ જયસુખ પટેલ દ્વારા મોરબી સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી હતી અને તેની સુનવણી આવતીકાલે હોય જેથી આ સુનવણી પૂર્વે જયસુખ પટેલના વકીલ દ્વારા આ જામીન અરજી પરત ખેચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW