મોરબી જિલ્લાના છેવાડાનો તાલુકો ડિઝલ ચોરી માટે કુખ્યાત થઇ ગયો છે અવાર નવાર પોલીસ કાર્યવાહી છતાં આવા ડિઝલ ચોરી કરતા તત્વો પર પોલીસ અંકુશ રાખી શકી નથી જોકે પોલીસ દ્વારા આ કાર્યવાહી યથાવત રાખી હતી બનાવની મળતી માહિતી મુજબ માળિયા મિયાણા પોલીસ દ્વારા આવા ડિઝલ ચોરી અને ગેરકાયદે વેચાણ કરતા તત્વો વિરુધ્દ કડક એક્શન માટે અલગ અલગ બાતમી દારો સક્રિય કરતા જશાપર ગામમાં એક શખ્સ ગેરકાયદે ડિઝલનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી મળી હતી જેના આધારે માળિયા મિયાણા પોલીસે દરોડો પાડ્યો હતો અને જસપર ગામની ખરાવાડમાં ગેરકાયદે ટેંકરમાં ભરેલ લાઇટ ડીઝલ ઓઇલ ટેંકર ઉપર લગાવેલ લોક ખોલી ટેંકરમાં ભરેલ લાઇટ ડીઝલ ઓઇલનો જથ્થો વેંચાણ કરવાના ઇરાદે કાઢતા હતા જેથી પોલીસ સ્થળ પરથી આરોપી સાગર માવજી ડાંગરને ઝડપી લીધો હતો અને સ્થળ પરથી રૂ 10 લાખની કિમતનું ટાટા કંપનીનુ GJ-12-BT-8381 નંબરનું ટેન્કર.તથા રૂ 15.60 લાખનું 2400 લીટર લાઇટ ડીઝલ ઓઇલ, ટેંકરમાંથી કાઢેલ લાઇટ ડીઝલ ઓઇલ આશરે 40 લીટર, એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી કૂલ રૂ. 25.64 લાખના મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

