HomeGujaratમોરબીની સોખડા પ્રા.શાળામાં પ્રજાસતાક દિવસની ઉજવણી કરાઈ

મોરબીની સોખડા પ્રા.શાળામાં પ્રજાસતાક દિવસની ઉજવણી કરાઈ

મોરબીના સોખડા ગામમાં આવેલ પ્રાથમિક શાળાના પ્રાંગણમાં 74 માં પ્રજાસતાકની ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો.1થી 8સુધીના બાળકોની સામેલગીરીથી વિવિધ દેશભક્તિ ગીત, બાળગીત, સાંસ્કૃતિક ગીત, સ્વચ્છતા સ્પીચ, વ્યસનમૂકતી સ્પીચ, સંદેશાત્મક નાટક વગેરે પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી. અબાલવૃદ્ધ અને ખાસ મહિલા બહેનોની વિશાળ જન્મેદની ઉમટી પડી હતી. આખા વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃતિઓનું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું. ગામલોકોની મદદથી બાળકો માંટે બટુક ભોજનનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવામાં જિલ્લા શૈક્ષિક મહાસંઘના ઉપપ્રમુખ પ્રદીપભાઈ કુવાડીયા, આચાર્ય બિંદિયાબેન, ઉદઘોષક દિવ્યેશભાઈ અઘારા તેમજ આશાબેન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમને અંતે ગ્રામજનો ખુશ થઈને શાળાને જરૂર પડે ત્યારે ખડે પગે રહેવાની ખાતરી આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW