આજે દેશમાં 74 માં પ્રજાસતાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે દેશની આન બાન સાન સમાન લાલ કિલ્લા પરથી રાષ્ટ્રપતિએ રાષ્ટ્રધ્વજ ફરકાવી પરેડની સલામી ઝીલી હતી તો રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લા ખાતે કરવામાં આવી હતી જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવી પ્રજાસતાક પર્વની ઉજવણી કરીહતી
મોરબી જીલ્લાની વાત કરીએ તો જિલ્લા કક્ષાની ઉજવણી હળવદ શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવી હતી જેમાં જિલ્લા કલેકટર જી ટી પંડ્યા દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્ર્ગાન સાથે હાજર મહેમાન અધિકારી પદાધિકારી શાળા કોલેજ છાત્રો તેમજ નાગરિકો દ્વારા ત્રિરંગાને સલામી અપાઈ હતી. બાદમાં જિલ્લા કલેકટરે પરેડનું નિરીક્ષણ કર્યું હતું
જિલ્લા કલેકટરે આજે પ્રજાસતાક પર્વ નિમિતે જિલ્લાની પ્રજાને સંબોધી હતી અને રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી મોરબી જિલ્લામાં થઇ રહેલા વિકાસ કામોની માહિતી આપી હતી તેમજ આગામી દિવસોમાં મોરબી જિલ્લામાં થનારા કામ અને આયોજનો વિશે પણ જિલ્લા વાસીઓને જાગૃત કર્યા હતા અને જિલ્લાના સર્વાંગી વિકાસની ખાતરી આપી હતી
ઉજવણી દરમિયાન જિલ્લા કલેકટર દ્વારા મોરબીમાં સેવા અને અલગ અલગ ક્ષેત્રમાં ઉત્ર્કુસ્ટ પ્રદર્શન કરનાર અધિકારી કર્મચારી શહેરી જનો અને સેવાભાવીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું બાદમાં જિલ્લા કલેકટર અને હાજર મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરી ઉજવણી પૂર્ણ કરવામાં આવી હતી
મોરબી શહેરમાં પણ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં સીટી મામલતદાર સાંચલા દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવી પરેડ નિરીક્ષણ કરી પરેડની સલામી ઝીલી હતી
મોરબી પાલિકા કચેરી ખાતે પાલિકા પ્રમુખ કુસુમબેન પરમારે રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો અને સમૂહ રાષ્ટ્ર્ગાન ગાઈ પ્રજાસતાક પર્વ ઉજવ્યો હતો આ તકે પાલિકા પ્રમુખ ઉપ પ્રમુખ અને ચુંટાયેલ સદસ્યો અને પાલિકા કર્મચારી હાજર રહ્યા હતા.

