HomeGujaratહળવદમાં વીજ ચોરો પાર PGVCL નોં સપાટો 21 કનેક્શનમાંથી ચોરી પકડી 11.65...

હળવદમાં વીજ ચોરો પાર PGVCL નોં સપાટો 21 કનેક્શનમાંથી ચોરી પકડી 11.65 લાખનો દંડ ફટકાર્યો

હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજચોરીના કારણે મોટા પાયે વીજ લોસ થતો હોવાનું સામે આવતાં
અલગ અલગ વીજ ચેકિંગ ટીમ દ્વારા અચાનક દરોડો પાડયો હતો અને હળવદ પંથકમાંથી ખેતીવાડીના 15 રહેણાંકના 6 મળી કુલ 21 વીજ કનેક્શનોમાં ગેરરીતિ બહાર આવી હતી. આથી રૂ.11.65 લાખની વીજચોરી ઝડપાઇ હતી.
મોરબી પીજીવીસીએલ કચેરી દ્વારા હળવદ વિભાગીય કચેરી હેઠળના મૂળી તાલુકાના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારમાં ખેતીવાડીના વીજ કનેક્શનો વીજચોરીનું પ્રમાણ વધુ હોવાથી અલગ અલગ જિલ્લાની ટીમને સાથે રાખી કુલ 20 વીજ ચેકિંગ ટુકડીઓ ત્રાટકી હતી અને આ વીજ ચેકિંગ ટુકડીઓએ ખેતીવાડીના 75 કનેક્શનો ચેક કરતા 15 કનેક્શનમાં ગેરરીતિ હોવાનું બહાર આવતા રૂ.9.20 લાખ અને રહેણાંકના 36 કનેક્શન ચેક કરતા 6 કનેક્શનમાં ગેરરીતિ હોવાનું બહાર આવતા અંદાજે રૂ.2.45 લાખ એમ કુલ 21 કનેક્શનમાં ગેરરીતિ બહાર આવતા કુલ રૂ.11.65 લાખના બિલ ફટકારવામાં આવ્યા હતા. જ્યારે હજુ પણ હળવદ વિભાગીય કચેરી હેઠળના હળવદ શહેર, ગ્રામ્ય વિસ્તારમાં ચરડવા અને સરા સહિતના વિભાગમાં ખેતીવાડીમાં ભારે વીજચોરી થતી હોય આગામી દિવસોમાં સમયાંતરે વીજ ચેકિંગ કરવામાં આવે તેવી સંભાવના તેવી સંભાવના વધી છે.
ફાઈલ ફોટો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW