મોરબી રાજકોટ હાઇવે પર વીરપર ગામની સીમમાં આવેલી સમય ક્લોક નામની બંધ ફેક્ટરીમાં ભારતીય બનાવટનો વિદેશ દારૂ છુપાવેલ હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી અને ત્યાં શંકાસ્પદ રીતે હેરાફેરી કરતા શખ્સને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા ફેક્ટરીના અંદરના ભાગે ભારતીય બનાવટનો રૂપિયા 36,000 ની કિંમત ની 96 દારૂની બોટલ તેમજ 14,400 ની કિંમતની બિયર ટીમ સહિત કુલ રૂપિયા 50,400 ની મુદ્દામાલ સાથે નિકુંજ વિરજી રાજપરા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા મહેન્દ્ર ઉર્ફે લાલો ચંદુભાઈ કલાસ્વા ને ઝડપી લીધા હતા જ્યારે પોપટ ધારાભાઈ ભરવાડ નામનો શખ્સ હાજર મળી આવ્યો ન હતો બનાવ અંગે એલસીબી ત્રણેય શકશો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

