Wednesday, May 15, 2024
HomeGujaratકેનાલવાળા લીફ્ટ ઈરીગેશન વિસ્તારમાં ખેતી માટે વીજ કનેક્શન આપવા ખેડૂત આગેવાનની માંગ

કેનાલવાળા લીફ્ટ ઈરીગેશન વિસ્તારમાં ખેતી માટે વીજ કનેક્શન આપવા ખેડૂત આગેવાનની માંગ

સરકાર દ્વારા બનાવવામાં આવેલ ડેમોની કેનાલ દ્વારા જે પહેલા ગ્રેવિટી થી સિચાઈ માટે પાણી આપવામાં આવતું હતું. જેની જગ્યા એ હાલમાં ઘણી કેનાલોને લીફ્ટ સિંચાઈ માટે ફેરવવામાં આવેલ છે. જેના કારણે હાલમાં ખેડૂતો ને મોંઘા ભાવનું ડીઝલ વાપરીને પોતાની ખેતી માટે લીફ્ટ ઈરીગેશન કરવું પડી રહ્યું છે. જે પહેલા પોતાના ખેતર માં મફત માં પાણી આવતું હતું તેની જગ્યા એ હવે ખુબ જ મોટો ખર્ચ કરવો પડી રહ્યો છે.

જો કોઈ ખેડૂતો ખેતી માટેનું ઇલેક્ટ્રિક કનેકશન માંગે છે.તો તેની પાસે કુવો અથવા બોર કરાવવાની શરત મુકવામાં આવે છે. જયારે પાણી કેનાલનું લેવાનું હોય તો કુવો કે બોર નો આગ્રહ શા માટે રાખવામાં આવી રહ્યો છે તેવો સવાલ ખેડૂત અગ્રણીએ કર્યો છે ગુજરાત રાજ્ય માં જ્યાં પણ કેનાલ થી લીફ્ટ ઈરીગેશન થઇ રહ્યું છે ત્યાં દરેક ખેડૂતો ને તાત્કાલિક સિંચાઈ માટે નું ઇલેક્ટ્રિક કનેક્શન આપવામાં આવે અને તે પણ ૨૪ કલાક પાવર રહે તેવું કારણકે કેનાલ માં તો પાણી ૨૪ કલાક ચાલતું હોય છે. જેથી તાત્કાલિક ઇલેક્ટ્રિક કનેક્શન આપવા માટેનો નિર્ણય લઈને તેની જાહેરાત કરવા અને તાકીદે તેની અમલવારી કરાવવા ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ્સ એસોશીએશના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ સીએમ ભુપેન્દ્ર પટેલને પત્ર લખી માંગણી કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,962FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW