મોરબીના જુના દેવળિયા ગામમાં રહેતા અને જેતપર ગામમાં આવેલ એગ્રોની દુકાનમાં નોકરી કરતા કૃણાલ વિનોદભાઈ અઘારા પર એક અજાણ્યા નંબર પર રાજકોટની દ્વારકેશ ઓટોલીક ફાયનાન્સ નામની પેઢીમાંથી એક યુવતીએ ફોન કરી કૃણાલ પર કારની લોન લેવા અવાર નવાર ફોન કરી વાત ચીત કરતી હોય યુવકે તેને કોઈ લોન લેવી નથી તેમ જણાવતા વારવાર ફોન કરતા યુવકે તે નંબર ફોન રીસીવ ન કરતા એક અજાણ્યા નંબર પરથી શ્યામ રબારી નામના શખ્સે ફોન કરી મારી પત્ની સાથે કેમ વાત કરે છે તેમ જણાવી તને ઘરેથી ઉપાડી જવો છે તેવી ધમકી આપી હતી દરમિયાન બીજા જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને રવિ દિલીપ ખટાણા વચ્ચે પડી સમાધાનના નામે રૂ 10 લાખ માગ્યા હતા યુવકે પોતાની પાસે રૂપિયા નથી તેમ જણાવતા આરોપીઓએ તેમના પિતાને ફોન કર્યો હતો અને તમારા દીકરા એ કોઈની પત્ની સાથે વાતચિત કરી હોય અને તેનું સમાધાન કરાવેલ હોય જેના 10 લાખ રૂપિયા આપવા પડશે જો રૂપિયા નહી આપો તો તમારા દીકરાનું અપહરણ કરી લઇ જસુ તેવી ધમકી આપી હતી તેમજ ગાળો આપી હતી બનાવ બાદ યુવકે શ્યામ રબારી જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને રવિ દિલીપ ખટાણા વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

